Western Times News

Gujarati News

અયોધ્યા : મંદિર નિર્માણનું કામ રામનવમીથી શરૂ કરવાની તૈયારી

અયોધ્યા : સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સાફ થઇ ગયો છે અને મંદિર નિર્માણની ચર્ચાઓ સામાન્ય લોકોમાં શરૂ થઇ ગઇ છે. સમગ્ર ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા લોકોનું કહેવું છે કે, આગામી વર્ષે બીજી એપ્રિલના દિવસે ભગવાન રામના જન્મદિવસે રામ નવમીના પ્રસંગે એક ખાસ કાર્યક્રમમાં ભવ્ય રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. આ મામલે પ્રાથમિકરીતે હિલચાલ ચાલી રહી છે. અયોધ્યા ચુકાદા બાદ મંદિર નિર્માણ આડેની અન્ય અડચણો દૂર કરવાની શરૂઆત થઇ ચુકી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ અયોધ્યામાં મંદિર નિર્માણની દિશામાં આગળ વધવામાં આવશે. આના માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટની રચના કરશે.

રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ, અમરનાથ ટ્રસ્ટ અથવા માતા વૈષ્ણોદેવી ટ્રસ્ટની જેમ જ આગળ વધશે. આ ટ્રસ્ટના સભ્ય તરીકે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારના અધિકારીઓ અને ધાર્મિક નેતાઓને બનાવવામાં આવી શકે છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટ્રસ્ટના સભ્ય તરીકે રહેશે નહીં પરંતુ પ્રતિનિધિની નિમણૂંક કરી શકે છે. આ મામલા સાથે જાડાયેલા લોકોએ કહ્યુ છે કે રામ મંદિરના નિર્માણ માટે ટાઇમલાઇન સુપ્રીમ કોર્ટના નવમી નવેમ્બરના આદેશ મુજબ જ રહેનાર છે. આ આદેશમાં કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર મંદિર નિર્માણ માટે એક ટ્‌સ્ટની રચના કરવાનો આદેશ કર્યો હતો.

હજુ સુધી આ બાબત સ્પષ્ટ થઇ શકી નથી કે રામ મંદિર માટે શિલાન્યાસની પ્રક્રિયા યોજવામાં આવશે કે કેમ. કારણ કે વર્ષ ૧૯૮૯માં રામમંદિર માટે શિલાન્યાસની પ્રક્રિયા યોજાઇ ચુકી છે. સરકારી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે મંદિર બનવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. સુત્રોએ કહ્યુ છે કે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન કચેરીએ અયોધ્યાના જિલ્લાધિકારી પાસેથી પાંચ એકર જમીન માટે ૩-૪ વિકલ્પોની ઓળખ કરવા માટે કહ્યુ છે. મહત્વપૂર્ણ લોકેશન ધરાવનાર જમીન સુન્ની સેન્ટ્રલ વફ્ફ બોર્ડને પણ આપવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીન ટ્રસ્ટને સોંપી દેવામાં આવનાર છે. પાંચ એકર જમીન સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને આપવામાં આવનાર છે. આ બંને કામ એક સાથે કરવાના છે.

વક્ફ બોર્ડ આ મહિનામાં જ નક્કી કરશે કે તે પાંચ એકર જમીન લેશે કે કેમ. જા જમીન લેશે તો તે ક્યાંની જમીન લેશે તે અંગે પણ નિર્ણય કરવામાં આવનાર છે. રામ મંદિર ટ્રસ્ટ બીજા મોટા મંદિરોની જેમ સોમનાથ ટ્ર્‌સ્ટ, અમરનાથ શ્રાઇન બોર્ડ અથવા તો માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની જેમ બની શકે ચે. કેન્દ્રને વિવાદાસ્પદ સ્થળની આસપાસ ૬૨.૨૩ એકર જમીનના બાકી હિસ્સાના કબજાને સુચિત ટ્રસ્ટને સોંપવાનુ રહેશે.કેન્દ્રપ સરકારે ૬૨.૨૩ એકર જમીન તેના મુળ ભૂમિ સ્વામીને પરત કરવા માટે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

હવે એવી આશા કરવામાં આવી રહી છે કે રામજન્મ ભૂમિ ન્યાસ (આરએનબી) અને બીજા પક્ષો પોતાની જમીનને રામ મંદિર અને તેની સાથે સંબંધિત અન્ય નિર્માણ માટે દાનમાં આપી શકે છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદથી જ મંદિર નિર્માણને લઇને ગતિવિધી પર વાત શરૂ થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા મÂસ્જદ માટે અયોધ્યામાં વૈકÂલ્પક સ્થળ શોધી કાઢવા માટેની પ્રક્રિયા શરૂ પણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવીને યુપી અને કેન્દ્ર સરકાર આગળ વધવા માટે ઇચ્છુક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.