Western Times News

Gujarati News

અયોધ્યા : કાર્તિક પુર્ણિમા પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓનુ પવિત્ર સ્નાન

અયોધ્યા : રામની નગરી અયોધ્યામાં આજે કાર્તિક પુર્ણિમાના અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથી જ સધન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્તિક પુર્ણિમાના અવસર પર કાર્તિક પુર્ણિમા સ્નાન માટે દુર દુરથી શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા અયોધ્યા પહોંચી ગયેલા શ્રદ્ધાળુઓએ સરયુ નદીમાં આસ્થાની ડુબકી લગાવી હતી. અલબત્ત રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના કારણે કેટલાક નિયંત્રણો લાગુ હતા. જા કે શ્રદ્ધાળુઓમાં જારદાર ધસારો જાવા મળ્યો હતો.

ગયા વર્ષની તુલનામાં આ વખતે નિયંત્રણોના કારણે પ્રમાણમાં ઓછા શ્રદ્ધાળુઓ પહોંચ્યા હોવા છતાં સરયુ નદીના કિનારે હાઉસફુલની સ્થિતી  જાવા મળી હતી. શનિવારના દિવસે રામજન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો. જેથી સાવચેતીરૂપે સુરક્ષા રાખવામાં આવી રહી છે. સ્નાનના કારણે વહીવટીતંત્રે પુરતી કાળજી રાખી હતી. આજે સ્નાનના કારણે સુરક્ષા વ્યવસ્થા હળવી કરવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓને સરયુ નદી પર જવાની મંજુરી આપી દેવામાં આવી હતી. સ્નાન બાદ શ્રદ્ધાળુઓ હનુમાનગઢી, કનક ભવન, નાગેશ્વર નાથ મંદિર અને રામલલાના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. એસએસપી આશીષ તિવારીએ માહિતી આપતા કહ્યુ છે કે પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર સ્નાન કરી લેવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે શ્રદ્ધાળુઓ મોડી રાતથી પહોંચી રહ્યા હતા.

કઠોર સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પરિક્રમાં સુધી અયોધ્યા મંદિરમાં રોકાનાર શ્રદ્ધાળુઓ પરત ફરી ચુક્યા છે. વહીવટી તંત્ર દ્વારા દાવા કરવામાં આવ્યો છે કે સુરક્ષા વ્યવસ્થા દરેક રીતે મજબુત રાખવામાં આવી છે. જુદા જુદા ઘાટ પર સ્નાન ક્ષેત્રોમાં ૧૪ એમ્બુલન્સની સુવિધા પણ રાખવામાં આવી હતી. કાર્તિક પુર્ણિમા મેળાના ક્ષેત્રને પૂર્ણ મુખ્ય રીતે ઝોન ઘાટ, નાગેશ્વર નાથ મંદિર, હનુમાનગઢી મંદિર ઝોન, કનક ભવન ઝોન અને યાત્રી ભીડ નિયંત્રણ ઝોનમાં વિભાજિત કરીને પગલા લેવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.