Western Times News

Gujarati News

પ્રેક્ટિસ સત્રમાં હર્ષલ પટેલના બોલ પર વિરાટ કોહલી ઘાયલ

સિડની, વિરાટ કોહલીએ ટી-૨૦ વર્લ્ડ કપની ૮મીં સીઝનમાં અત્યાર સુધી જાેરદાર બેટિંગ કરી છે. તેમણે અડધી સદીની મદદથી ૨૦૦થી વધુ રન બનાવ્યા છે. તેથી ભારતીય ટીમ સુપર-૧૨ની ૫માંથી ૪ મેચ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ટીમ વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં કાલે ઈંગ્લેન્ડનો સામનો કરવા માટે તૈયાર છે. આ મોટી મેચ પહેલા કોહલી બુધવારના રોજ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

ઝડપી બોલર હર્ષલ પટેલની બોલ કોહલીની જાંઘ પર વાગ્યો હતો. આ અગાઉ કેપ્ટન રોહિત શર્મા પણ મંગળવારના રોજ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે તેમણે આજે કહ્યું હતું કે તે સેમિફાઈનલ માટે સંપૂર્ણ રીતે ફિટ છે. વિરાટ કોહલીએ બુધવારના રોજ લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન તેમને હર્ષલ પટેલનો બોલ વાગવાથી તેઓ ખૂબ જ પીડામાં હતા અને પીચ પર જ બેસી ગયા હતા. જાે કે ઈજા વધુ ગંભીર નથી. ત્યાર બાદ તેઓ ચાહકો સાથે સેલ્ફી લેતા જાેવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, કોહલી ટી-૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમે છે. તેમણે પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે અણનમ ૮૨ રન બનાવીને ભારતને રોમાંચક જીત અપાવી હતી.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈન મેચ એડિલેડમાં રમાવાની છે. ત્યાં કોહલીનો રોકોર્ડ શાનદાર છે. તેમણે અત્યાર સુધી ત્યાં ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે અને બન્નેમાં અડધી સદી ફટકારી છે. અણનમ ૯૦ રન સૌથી મોચો સ્કોર છે.

વર્તમાન વર્લ્ડ કપની વાત કરીએ તો તેમણે આ મેદાનમાં બાંગ્લાદેશ સાથે અણનમ ૬૫ રન બનાવ્યા હતા. ત્રણેય ફોર્મેટની વાત કરીએ તો કોહલીએ આ મેદાનમાં ૧૪ ઈનિંગમાં ૭૬ની એવરેજથી ૯૦૭ રન બનાવ્યા હતા. ૫ સદી અને ૩ અડધી સદી ફટકારી છે. ૧૪૧ રનની સૌથી મોટી ઈનિંગ રમી છે. કોઈપણ ભારતીય તેમનાથી વધુ રન બનાવી શક્યો નથી.
વિરાટ કોહલી ટી-૨૦ ઈન્ટરનેશનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન છે.

તે અત્યાર સુધી ૧૦૬ ઈનિંગ્સમાં ૫૩ની એવરેજથી ૩,૫૯૮ રન બનાવી ચૂક્યા છે. એક સદી અને ૩૬ અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ ૧૩૮નો છે. તે ઈંગ્લેન્ડની સામે ૪૨ રન બનાવશે તો ૪,૦૦૦ રન બનાવનાર વિશ્વના પ્રથમ બેટ્‌સમેન બની જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.