Western Times News

Gujarati News

સેન્ટર ફોર એન્ડોક્રાઈન ડિઝીઝ એન્ડ ડાયાબિટીસ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

ડા. વિવેક આર્યાએ કહ્યું કે, ભારતમાં ડાયાબિટીસના પેસન્ટ દિવસને દિવસે વધી રહ્યા છે ૨૦૩૦ સુધીમાં ૧૦ કરોડ સુધી આંકડો પહોંચી શકે છે
છેલ્લા કેટલાક સમયના ડાયાબિટીસ પરના આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે તો જાણવા મળે છે કે, ડાયાબિટીસની બિમારી દિવસેને દિવસે વધી રહી છે. ૧૪ નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે (14 November World diabetes day) છે ત્યારે આ દિવસને ધ્યાનમાં રાખીને સેન્ટર ફોર એન્ડોક્રાઈન ડિઝીઝ એન્ડ ડાયાબિટીસ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે.

આ અંગે વધુમાં વાત કરતા એમ.ડી. ડી.એમ. સિનિયર એન્ડોક્રાઈનોલોજિસ્ટ એન્ડ ડાયાબિટોલોજિસ્ટ એવા વિવેક આર્યાએ જણાવ્યું હતું કે,ડાયાબિટીસનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે WHO પ્રમાણે ભારતમાં ૬થી ૬.૫ કરોડ લોકોને ડાયાબિટીસ છે. જો આ પ્રકારની જ સ્થિતિ ડાયાબિટીસને લઈને રહી તો ૨૦૩૦ સુધી આ આંકડો ૧૦ કરોડ સુધી પહોંચી શકે છે અત્યારે લોકો માટે આ એક આર્લામિંગ છે જેમને અત્યારથી જ એલર્ટ થવું પડશે.

જેના કારણે આપણી લાઈફ સ્ટાઈલમાં ભૂલ થઈ રહી છે. આપણે જેમ જેમ અર્બનાઈઝેશન તરફ જઈ રહ્યા છે તેમ તેમ આ સમસ્યા પણ આવી રહી છે પહેલા કપડા જાતે ધોતા અત્યારે વોશિંગ મશીન જેવા સાધનો આવી ગયા છે પહેલા ખેતીમાં લોકો જાતે કામ કરતા ૧૦થી ૨૦ કિમી ચાલતા અત્યારે ટ્રેક્ટરો તેમજ અન્ય સાધનો અને મશીનો આવી ગયા છે.

જંકફૂડ, રેડી ટૂ ઈટ ફૂડ મળી રહ્યા છે જે આપણને નુકશાન કરે છે લોકોમાં કસરત ઓછી કરી રહ્યા છે. તેમને વધુમાં ઉમેર્યું કે જેમ જેમ વજન વધે છે તેમ તેમ ડાયાબિટીસ પણ વધવાની શક્યતો રહેલી છે. ખાસ કરીને સ્ત્રીઓમાં વિશેષરૂપે આ કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે ખાસ કરીને ૩૦થી ૪૫ વર્ષ સુધીની ૧૫ ટકા મહિલાઓને પુરુષની સરખામણી ડાયાબિટીસ વધારે છે.

ગુજરાતમાં ડાયાબિટીસને લઈને બહું લિમિટેડ સ્ટડી થયા છે. ૨૦૧૩માં ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા ૩,૦૦૦ લોકોનો સર્વે કરાયો છે. જેમાં અર્બન અને રૂરલ બન્નેમાં સ્ટડી કરાઈ હતી જેમાં જનરલ ૭.૩ ટકા લોકોને ડાયાબિટીસ હતું. એના સિવાય આઈસીએમઆર નેશનલ બોડી ICMR National body દ્વારા લગભગ ૨૦૧૫માં સ્ટડી થયો હતો જેમાં ૧૧.૩૦ ટકા લોકોને પ્રી ડાયાબિટીસ જોવા મળ્યું હતું જ્યારે ૮ ટકાને ડાયાબિટીસ જોવા મળ્યું હતું.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખી લોકોમાં અવેરનેસ વધે તે માટે વર્લ્ડ ડાયાબિટીસ ડેને ધ્યાનમાં રાખી સેન્ટર ફોર એન્ડોક્રાઈન ડિઝીઝ એન્ડ ડાયાબિટીશ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા ફ્રી સારવાર કેમ્પનું આયોજન ૧૪ નવેમ્બરના રોજ કરવામાં આવ્યું છે.

જેમાં આ કેમ્પમાં પેસન્ટ એવેરનેસ, એજ્યુકેશન મટીરીયલ આપી લોકોને અવેર કરવામા આવશે તેમજ કોમ્પિલકેશન વિશે માહીતી આપવામાં આવશે ડાયાબિટીસથી બચવા માટે શું કરવું વગેરે વિશે માહિતગાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.