Western Times News

Gujarati News

સંજેલી ઝાલોદ રોડ પર લીમડાનું મહાકાય વૃક્ષ વાહન ચાલકો માટે જોખમી 

સંજેલી: વૃક્ષની ડાળી રોડ પર જ નમી જતાં મોટા વાહનો સાથે અથડાવવાના ભય      રોડ પર જ ઉભેલા વૃક્ષની ડાળી નમી જતાં વૃક્ષ કાપવા વાહનચાલકોની માંગ  પ્રતિનિધિ સંજેલી13 11 ફારૂક  પટેલ સંજેલીથી ઝાલોદ તરફ જતો જેતપુર બાયપાસ રોડ પર લીમડાનું મહાકાય વૃક્ષ વળાંકમાં જ રોડ પર નું ડાળ રોડ તરફ ડળી જતાં વાહન ચાલકો માટે જોખમી સાબિત થઇ રહ્યું છે કોઇ મોટુ અકસ્માત સર્જાય તેની તંત્ર રાહ જોઇ રહી છે શું?

સંજેલી થી ઝાલોદ તરફ જતાં જીતપુરા બાયપાસ રોડ પર કદવાલ પુલ પાસે રોડ પરજ લીમડાનું મહાકાય વૃક્ષ ની ડાળીઓ રોડના વળાંકના ભાગ તરફ ઢળી જતાં મોટા વાહનો ને  અડચણરૂપ જોખમીસાબિત થઇ રહી છે ત્યારે સંજેલી થિ ઝાલોદ તરફનો મેન બાયપાસ ગણાતો આ રોડ પર અવાર નવાર રાત દિવસ લાંબા રૂટના નાના મોટા વાહનો સહિત મોટામાલધારી વાહનોની અવરજવર રહેતી હોય છે જેમાં મોટા માલધારી વાહનોના ઉપરના છતના ભાગે વૃક્ષની ડાળીઓ અડી જવાના ભયથી મોટા વાહન ચાલકો રોંગ સાઇડ પર ગાડી લેતા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે

જો રાતના અંધારામાં વાહનચાલકોને વૃક્ષ નજરે નહીં પડે તો મામૂલી ભૂલના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતની પડી નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ત્યારે આ  મહાકાય ઘટાદાર વૃક્ષ રોડ પર ઉભેલા વૃક્ષને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકો તેમજ અવર જવર કરતા વાહન ચાલકોની માંગ છે

જીતપુરા રોડ પર વળાંકમાં જ ઉભેલું મહાકાય વૃક્ષ નજરે પડે છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.