Western Times News

Gujarati News

દિશા પાટની રિતિક રોશન સાથે કામ કરવા ઇચ્છુક છે

મુંબઇ, આશાસ્પદ સ્ટાર દિશા પાટનીની લોકપ્રિયતા હાલમાં સતત વધી રહી છે. તેની બોલબાલા વધી રહી હોવાના પુરાવા એનાથી મળે છે કે તેને હવે એક ફિલ્મ રિતિક રોશન સાથે મળી ગઇ હોવાના હેવાલ મળ્યા છે. રિતિક રોશન સાથે તે કઇ ફિલ્મ કરી રહી છે તે અંગે માહિતી મળી શકી નથી. જા કે ટુંક સમયમાં જ ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવનાર છે. બાગી-૨ ફિલ્મને જોરદાર સફળતા બોક્સ ઓફિસ પર મળ્યા બાદ દિશા પાસે નવી નવી ઓફર આવી રહી છે.

સલમાન ખાનની મોટી ફિલ્મ ભારતમાં કામ કર્યા બાદ તે સલમાન સાથે હવે રાધે ફિલ્મમાં કામ કરી રહી છે. નવા હેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો વધુ એક ફિલ્મ તેની પાસે આવી ગઇ છે. જેમાં તે અભિનેતા રિતિક રોશન સાથે કામ કરવા જઇ રહી છે. એમ માનવામાં આવે છે કે વરૂણ ધવનના ભાઇ અને નિર્દેશક રોહિત ધવનની સાથે રિતિક રોશન એક ફિલ્મ કરી રહ્યો છે. જે હાલમાં પ્રી પ્રોડક્શન હેઠળ છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાળા પ્રોડ્યુસ કરનાર છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો રોહિત ધવન હાલમાં પટકથા પર કામ કરી રહ્યા છે. રિતિક રોશન સાથે વાતચીત ચાલી રહી છે.

તેમને ફિલ્મની અભિનેત્રીની શોધ હતી. હવે આના માટે દિશાનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાલમાં પેપર વર્કનુ કામ પૂર્ણ થયુ નથી. જેથી તમામ પાસા પર વાતચીત ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે દિશાએ ફિલ્મને લઇને તૈયારી દર્શાવી દીધી છે.
સુપરસ્ટાર રિતિક રોશન હાલમાં વોર નામની ફિલ્મમાં નજરે પડ્યો હતો. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. તેમાં તેની સાથે વાણી કપુરની પણ ભૂમિકા હતી. તે પહેલા સુપર-૩૦ ફિલ્મમાં તે નજરે પડ્યો હતો. જે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. હવે દિશા રિતિક સાથે ફિલ્મ કરવા ઇચ્છુક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.