Western Times News

Gujarati News

સમસ્ત ખડાયતા શ્રી કોટયર્ક પ્રાગટ્ય મહોત્સવનું રવિવારના રોજ આયોજન

  • આ પ્રાગટ્ય મહોત્સવમાં ખડાયતા વૈષ્ણવ વણિકો પૈકી અંદાજે ૯૦૦૦ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહેશે
  • શ્રી કોટયર્ક પ્રભુની ૭૦૦૦ દિવાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ, ૧૫ નવેમ્બર ૨૦૧૯ : ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપના ઉપક્રમે ખડાયતા સશક્તિકરણ અંતર્ગત ૧૭ નવેમ્બરના રોજ અમદાવાદ સાબરમતી નદી કિનારે રીવરફ્રન્ટમાં ખડાયતા વૈષ્ણવ વણિક જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટયર્ક પ્રભુના પ્રાગટ્યદિન પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપના પ્રમુખ શ્રી ગીરીશભાઇ જી. શાહે જણાવ્યું કે, “આ પ્રસંગે અમદાવાદ તથા અમદાવાદની આસપાસ રહેતા ખડાયતા વૈષ્ણવ વણિકો પૈકી અંદાજે ૯૦૦૦ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રી કોટયર્ક પ્રભુની ૭૦૦૦ દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય યજમાન શ્રી વિજયભાઇ જે ઠેકડીના નિવાસ સ્થાને દિપ આકૃતિ ફ્લેટ્સ, વ્યાયામ શાળા, મણિનગર ખાતે બપોરે ૩ કલાકે શ્રી કોટયર્ક પ્રભુની બગી, ડી.જે, કાર, સ્કુટર, એક્ટીવા, બાઇક સાથે રેલી સ્વરુપે ભવ્ય શોભાયાત્રા મણિનગર એલ.જી. કોર્નર થી સાબરમતી રિવરફ્રન્ટ જશે.”

ઉપરાંત આ વર્ષે બાળકો માટે ચિલ્ડ્રનપાર્કનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો વિવિધ રાઇડોનો આનંદ નિઃશુલ્ક માણી શકશે. કાર્યક્રમમાં મેગાહાઉસીનું તથા પ્રસાદી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.