Western Times News

Gujarati News

મોદી-શાહની જોડીએ બધાના ગણિત ઊંધા પાડી દીધા

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ ૧૫૬ બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે. પરંતુ આ રેકોર્ડ બનાવવાનું ભાજપ માટે એટલું સરળ ન હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ તે સમયે ભાજપના જ મોટાભાગના નેતાઓ કહી રહ્યા હતા કે,૧૧૦ જેટલી બેઠકો પણ માંડ મળશે. જ્યારે ભાજપ હાઈકમાન્ડ સુધી આ મેસેજ પહોંચ્યો તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાેડીએ ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી અને આખું વાતાવરણ ફેરવી નાખ્યું.

આ બંનેની જાેડીએ એવું માઈક્રો પ્લાનિંગ કર્યું કે, બધાના ગણિત ઊંધા પાડી દીધા અને ગુજરાતમાં ભાજપે રેકોર્ડ બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી બધાને ચોંકાવી દીધા. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ તે સાથે જ એક સમય તો એવો આવ્યો કે, ભાજપના હેડક્વાર્ટર કમલમ પર પહેલા ક્યારેય જાેવા ન મળ્યા હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા. ટિકિટ મેળવવા માટે ઉમેદવારોની ભીડ લાગવા લાગી.

કેટલાકે તો પોતાના સપોર્ટર્સ સાથે રીતસરનો અડિંગો જમાવી દીધો હતો. ત્યારે અમિત શાહ પોતે ઉમેદવાર પસંદગી સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા અને ખાતરી આપી હતી કે, પાર્ટી હાઈકમાન્ડ જ અંતિમ ર્નિણય લેશે. જાેકે, નિરસ પ્રચાર અને લોકો તરફથી મળી રહેલો ઓછો પ્રતિસાદ ભાજપ હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. ભાજપ માટે ગુજરાત ગુમાવવું કોઈપણ ભોગે પોષાય તેમ ન હતું.

પીએમ મોદી અને અમિત શાહ માટે પણ ગુજરાતની ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. જાે ગુજરાતમાં ભાજપ હારે તો વર્ષ ૨૦૨૪માં આવનારી લોકસભા ચૂંટણીમાં તેની અસર પડે. જેથી એ સમયે પીએમ મોદી અને અમિત શાહે ગુજરાતની ચૂંટણીની કમાન પોતાના હાથમાં લીધી અને પરિસ્થિતિને પલટવા માટે આક્રમક પ્લાનિંગ શરૂ કરી દીધું હતું.

બુથ લેવલથી લઈને નેતાઓની સભાઓ સુધીનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું. અમિત શાહે ડોર ટુ ડોર કેમ્પેઈન પોતાના હાથમાં લીધું. તેઓ લગભગ ત્રણ સપ્તાહ રાજ્યભરમાં ભર્યા. ભાજપે ૩૮ એવી બેઠકોને રેખાંકિત કરી જેમાં જીત મુશ્કેલ લાગી રહી હતી.

આ બેઠકો મોટાભાગે સૌરાષ્ટ્રની હતી, જ્યાં વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને માત્ર ૮ બેઠકો મળી હતી. ગુજરાતની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટેનું બધું પ્લાનિંગ મોટાભાગે પીએમ મોદી અને અમિત શાહ કરતા હતા અને પછી રાજ્યના નેતાઓને તે અંગે જાણ કરી કાર્યક્રમો આયોજિત કરવા કહેવાતું હતું.

અમદાવાદ મિરરને ભાજપના એક ટોપના નેતાએ જણાવ્યું હતું કે, એક તરફ ભાજપ માટે મતદાન કરાવવા માટે પ્લાનિંગ કરાઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ પીએમ મોદી એક પછી એક સભાઓ યોજી રહ્યા હતા. મોદી-શાહની જાેડીએ ૪૦થી વધુ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની સભાઓનું આયોજન કર્યું હતું.

તેમણે બધી જ બેઠકો આવરી લીધી અને તે પછી મોદી અને શાહ દ્વારા ફાઈનલ પ્રચાર શરૂ કરાયો. આ બંને નેતાઓએ મોટા-મોટા રોડ શો કર્યા, મોટી-મોટી સભાઓ કરી અને સમાજના જુદા-જુદા વર્ગોના આગેવાનો સાથે બેઠકો કરી અને ભાજપની જીત માટે રસ્તો તૈયાર કર્યો.

ભાજપની જીત થશે તે નિશ્ચિત હતું, પરંતુ બેઠકોનો આંકડો મહત્વનો હતો. એટલે જ જ્યાં ઉમેદવારો સામે વિરોધ હતો ત્યાં વિરોધને શાંત પાડવા માટે ખાસ રણનીતિ ઘડાઈ હતી. બનાસકાંઠાના થરાદમાં શંકર ચૌધરીની સામે તેમના જ સમાજનો વિરોધ હતો.

અમિત શાહે ત્યાં મિટિંગ યોજી અને લોકોને વચન આપ્યું કે, ચૌધરીને મહત્વનું ખાતું આપવામાં આવશે. એ જ રીતે વેજલપુરમાં અમિત ઠાકર સામે પણ મોટો પડકાર હતો. જેથી એક સીનિયર નેતાને એ બેઠક જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સત્તાધારી ભાજપ સામે સરકારી કર્મચારીઓના આંદોલન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સરકારના મંત્રીઓનો આંતરિક વિરોધ, માલધારી સમાજનું આંદોલન, બેરોજગાર યુવાનો અને દોઢ વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી સહિતના ઘણા મુદ્દાઓ ચિંતાનો વિષય હતા. જાેકે, મોદી-શાહની જાેડીનો ‘જાદૂ’ કામ કરી ગયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.