Western Times News

Gujarati News

ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં ૬૨ નેશનલ સમિટનો ત્રણ દિવસ સેમિનાર

રૂપાણી કેબિનેટના અનેક પ્રધાનો અને અધિકારી ઉપસ્થિત રહેશેઃ સેમિનારમાં વિવિધ વિષયને આવરી લેતા ૯ સત્ર
અમદાવાદ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૬૨ નેશનલ સમિટ ઓન ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન્સ ઇન પબ્લિક હેલ્થકેર સિસ્ટમ ઇન ઇન્ડિયા’ વિષયક સેમિનાર યોજાયો હતો.

તા.૧૬ થી ૧૮ નવેમ્બર ૨૦૧૯ દરમિયાન યોજાનાર આ ત્રિદિવસીય નેશનલ સમિટનું તા.૧૬ નવેમ્બરના રોજ સવારે ૯-૩૦ કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડા. હર્ષવર્ધનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત યોજાનાર આ સેમિનારના ઉદઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી એ.કે.ચોબે તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી કિશોર કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ નેશનલ સમિટના ઉદઘાટન સત્રમાં સોશિયલ અવેરનેશ એન્ડ એકશન્સ ટુ નેચરલાઇઝ ફેન્યુમોનીયા સક્સેસફુલી-એસએએએનએસનું લોન્ચીંગ તેમજ ગુડ પ્રેક્ટીસીસ, એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન, રીલીઝ ઓફ ‘ગાઇડન્સ ડોક્યુમેન્ટ ઓન પાર્ટનરશીપ’ કોફી ટેબલબુકનું વિમોચન કરવામાં આવ્યુ હતું.

આ ત્રિદિવસીય સેમિનારમાં વિવિધ ૯ સત્રો યોજાશે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તિસગઢ, મેઘાલય, ઉત્તરપ્રદેશ, ઓડિશા, મણીપુર, મહારાષ્ટ્ર, હરિયાણા, તેલંગાણા, હિમાચલપ્રદેશ, બિહાર, તામિલનાડુ, કેરલ, ચંદીગઢ અને દિલ્હી રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે હાથ ધરાયેલ શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન સહિત નીતિ આયોગ, ડબલ્યુએચઓ દ્વારા આરોગ્ય વિષયક લેવાયેલ પગલાંઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

જેમાં આરોગ્યલક્ષી સંસ્થાના વડાઓ, તજજ્ઞો, વિષય નિષ્ણાંતો પોતાના મંતવ્યો રજૂ કરશે. આ ત્રિદિવસીય સેમિનારમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ, વિશેષ સચિવ અને મિશન ડાયરેક્ટર તેમજ વિવિધ વિભાગના અગ્ર સચિવઓ, સંયુક્ત સચિવઓ, વિવિધ ડિવીઝનના ડેપ્યુટી કમિશનરઓ તથા કન્સલન્ટન્ટઓ ઉપરાંત વિવિધ રાજ્યોના આરોગ્ય વિભાગના અગ્ર સચિવઓ, સચિવઓ, મિશન ડાયરેક્ટરઓ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ તેઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ‘ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન્સ’ અંગે વિચાર-વિમર્શ કરશે. મુખ્યમંત્રી અને અન્યો જરૂરી માર્ગદર્શન પણ આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.