Western Times News

Gujarati News

હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમ વિવાદમાં

પોલીસે બળજબરીપૂર્વક દરવાજા ખોલાવી પરીવારજનોને આશ્રમમાં પ્રવેશ અપાવ્યો :
સગીર વયનાં બાળક અને બાળકીનો કબજા માતા-પિતાને સોંપ્યો

અમદાવાદ : અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં સાત મહિના પહેલાં જ શરૂ થયેલાં દક્ષિણ ભારતનાં જાણીતા અને ચર્ચાસ્પદ સ્વામી નીત્યાનંદના આશ્રમ બહાર ગઈકાલ મોડીસાંજથી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. જેમાં દક્ષિણ ભારતથી પોતાનાં બાળકોને શોધતી એક પરિવાર હાથીજણ નીત્યાનંદ આશ્રમમાં આવી પહોંચ્યું હતું.


પરંતુ તેને આશ્રમમાં પ્રવેશ નહીં આપવામાં આવતાં પોલીસ અને ચાઈલ્ડ વેલ્ફેરની મદદથી મોડીરાત્રે આશ્રમનાં તાળાં તોડી પરીવારજનોને આશ્રમમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને આ આશ્રમમાં અભ્યાસ કરતાં સગીર વયના એક બાળક અને એક બાળકી તેનાં પરીવારજનોને સોંપવામાં આવ્યો છે. પરીવારજનોએ નીત્યાનંદના આ આશ્રમ સામે ઉગ્ર આક્ષેપો કરતાં ભારે સનસનાટી મચી ગઈ છે.
આશ્રમમાં બાળકોને ગોંધી રાખવામાં આવે છે તથા યુવતીઓ સાથે દુષ્કર્મ ગુજારવામાં આવતો હોવાનાં આક્ષેપથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. આક્ષેપો બાદ આશ્રમમાં રહેલાં બાળકોના નિવેદનો લેવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ અન્ય બાળકોનાં વાલીઓએ વિરોધ કર્યાે હતો.

દક્ષિણ ભારતના પરીવારે પોતાના સંતાનોનો કબજા મેળવવા ભારે ઉહાપોહ મચાવ્યો

આ અંગેની વિગત એવી છે કે દક્ષિણ ભારતનાં જાણીતાં અને છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં રહેતાં સ્વામી નીત્યાનંદના અનુયાયીઓ દ્વારા દેશભરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને કેટલાંક મહ¥વનાં શહેરોમાં આશ્રમો પણ શરૂ કરવામાં આવ્યાં છે. શહેરનાં છેવાડાના વિસ્તાર ગણાતાં હાથીજણ નજીકના હીરાપુર ગામની સીમમાં ડીપીએ સ્કૂલની બાજુમાં જ સાત મહિના પહેલાં નીત્યાનંદ આશ્રમના સંચાલકો દ્વારા જગ્યા ભાડે રાખીને આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે અને આ આશ્રમમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ રહે છે.

ગઈકાલ રાત્રે દક્ષિણ ભારતમાં જ રહેતું એક પરીવાર અચાનક જ હાથીજણ આશ્રમે આવી પહોંચ્યુ હતું. આ પરીવારના ચાર બાળકો જેમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તે તમામ આશ્રમમાં અભ્યાસ કરે છે. જેમાં બે પુત્રીઓ પુખ્ત વયની છે જ્યારે એક પુત્રી અને એક પુત્ર સગીર વયના છે. ગઈકાલે સાંજે આ પરીવાર હાથીજણ આશ્રમે આવી પહોંચ્યું હતું અને પોતાનાં બાળકોને મળવા વિનંતી કરી હતી. પરંતુ આશ્રમના સંચાલકોએ બાળકોને મળવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો. તેના પરીણામે માતા-પિતાએ આશ્રમના દરવાજા બહાર ભારે હોબાળો મચાવ્યો હતો.

શિક્ષિત પરીવારે આ ઘટનાથી ગભરાઈને તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ચાઈલ્ડ વેલ્ફેરમાં પણ જાણ કરી હતી. પરીવારજનોએ આક્ષેપ કર્યાે હતો કે આશ્રમમાં ૪૦થી વધુ બાળકોને ગોંધી રાખવામાં આવ્યો છે અને યુવતીઓ ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતો હોવાથી બાળકોને મળવા દેવામાં આવતાં નથી.

પરીવારજનોની આ ફરીયાદથી પોલીસ અધિકારીઓ અને ચાઈલ્ડ વેલ્ફેરના અગ્રણીઓ ચોંકી ઉઠ્યા હતા. પરીવારજનોની ફરીયાદ બાદ તાત્કાલિક પોલીસ અને ચાઈલ્ડ વેલ્ફેરના અધિકારીઓ હાથીજણ આશ્રમમાં દોડી આવ્યાં હતાં.

પોલીસ અધિકારીઓ સૌ પ્રથમ આશ્રમના સંચાલકો દરવાજે લગાવવામાં આવેલાં તાળાં તોડી પરીવારજનોને અંદર જવા દેવામાં આવ્યા હતા. પરંતુ સંચાલકોએ ઈન્કાર કરી દેતાં પોલીસે બળજબરીપૂર્વક તાળાં ખોલાવી ઝાંપો ખોલ્યો હતો અને પરીવારજનોને આશ્રમમાં પ્રવેશ અપાવ્યો હતો. આ અંગે પોલીસ અને આશ્રમ સંચાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

તામિલનાડુનો આ પરીવાર પોલીસ રક્ષણ હેઠળ આશ્રમમાં પ્રવેશ્યો હતો. વિવેકાનંદનગર પોલીસ અધિકારીઓએ આશ્રમની બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બળપૂર્વક આશ્રમમાં પ્રવેશ કરાવ્યાં બાદ આશ્રમમાં હાજર તમામ બાળકોને તથા યુવક-યુવતીઓને બહાર બોલાવ્યાં હતાં. માતા સતત રડતી હતી અને આશ્રમમાં પ્રવેશ મળતાં તેને હાશકારો અનુભવ્યો હતો.

સાત મહિના પહેલાં જ હાથીજણ પાસે સ્થપાયેલાં આશ્રમની ફરતે કોટ ચળી દેવામાં આવ્યો છે અને અહિંયા અન્ય રાજ્યમાંથી યુવક-યુવતીઓને લાવવામાં આવ્યાં છે. તામિલનાડુના આ પરીવારની ત્રણ બાળાઓ અને એક પુત્ર હતો. સૌ પ્રથમ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અગ્રણીઓએ આ પરીવારનાં સગીર વયની એક પુત્રી અને એક પુત્રનો કબજા આશ્રમ સંચાલકો પાસેથી પરીવારજનોને સોંપ્યો હતો. પોલીસે આશ્રમના સંચાલકનોની પણ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં કેટલીક  મહત્ત્વપૂર્ણ  વિગતો મળી આવી છે.

પરીવારજનોએ તપાસ કરતાં આશ્રમમાં તેની સૌથી મોટી પુત્રી મળી આવી ન હતી. જેનાં પગલે પરીવારજનોએ આક્ષેપ કર્યાે છે આ યુવતીને વિદેશમાં ભગાડી દેવામાં આવી છે. સાથે સાથે યુવતી સાથે દુષ્કર્મ પણ ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતાં જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. આશ્રમમાંથી બે સગીર વયનાં બાળકોનો કબજા સોંપ્યા બાદ તેમની યુવાન પુત્રીનું નિવેદન લેવામાં આવ્યો હતો.

નીત્યાનંદ આશ્રમ બહાર મોડીરાતથી શરૂ થયેલાં હાઈવોલ્ટેજ ડ્રામાના કારણે અન્ય બાળકોને વાલીઓ પણ દોડી આવ્યાં હતાં. પોલીસ અધિકારીઓ પણ પરીવારજનોનાં ગંભીર આક્ષેપથી સતર્ક બનેલી છે અને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ આશ્રમમાં કુલ કેટલાં બાળકો છે અને તેને ક્યાંથી લાવવામાં આવ્યાં છે તથા તેમના વાલીઓ કોણ છે અને ક્યાં રહે છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાનાં પગલે આસપાસનાં લોકો પણ આશ્રમની બહાર એકત્ર થઈ ગયાં છે. પરિÂસ્થતિ જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને આશ્રમના ફરત પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.