Western Times News

Gujarati News

અરામ્કો IPO વચ્ચે શેરબજારમાં તેજીના સંકેત

અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ ઘટશે તો આઈટી, ફાર્મા અને અન્ય વિદેશી કારોબાર સાથે સંબંધિત શેરો પર માઠી અસર થશે
મુંબઈ,  શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સત્રમાં દલાલસ્ટ્રીટની દિશા નક્કી કરવામાં જુદા જુદા પરિબળોની મહત્વની ભૂમિકા રહી શકે છે જેમાં એફઆઈઆઈના આંકડા, ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, અરામ્કો આઈપીઓ અને અન્ય પરિબળોની અસર રહેશે. દલાલસ્ટ્રીટની દિશા નક્કી કરવામાં આ સપ્તાહમાં જારી કરવામાં આવી રહેલા સાઉદી અરામ્કોના આઈપીઓ પર તમામની નજર રહેશે. કારોબારીઓ નવેમ્બર મહિનામાં ભારતીય બજારમાં તેજી લાવી શકે તેવા ફંડ પ્રવાહ ઉપર નજર રાખી રહ્યા છે. અરામ્કોના આઈપીઓને લઇને ઉત્સુકતા છે.

સ્થાનિક રોકાણકારો માટે આજે સબસ્ક્રીપ્શન માટે સાઉદી અરામ્કો દ્વારા આઈપીઓની શરૂઆત કરવામાં આવી હતી. જા કે, વ્યÂક્તગત મૂડીરોકાણકારો માટે ઇશ્યુ ૨૮મી નવેમ્બરના દિવસે ખુલનાર છે. આ ઇશ્યુને વિશ્વમાં સૌથી મોટા ઇશ્યુ તરીકે ગણવામાં આવે છે. બે ટ્રિલિયન ડોલરની રકમ આના માટે ગણવામાં આવી રહી છે. સાઉદી અરામ્કો સંસ્થાકીય મૂડીરોકાણકારો, વ્યÂક્તગત સાઉદીના લોકો અને અખાત નાગરિકોને તેના શેર પૈકી ૦.૫ ટકા શેર વેચવાની યોજના ધરાવે છે.

બીજી બાજુ પ્રોત્સાહનજનક સ્થાનિક અને વિદેશી પરિબળો વચ્ચે નવેમ્બરના પ્રથમ અડધા દિવસોના ગાળામાં સ્થાનિક મૂડી માર્કેટમાં વિદેશી મૂડીરોકાણકારોએ ૧૯૨૦૩ કરોડ રૂપિયાથી વધુની રકમ ઠાલવી દીધી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ પહેલીથી ૧૫મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ઇÂક્વટીમાં ૧૪૪૩૫.૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૪૭૬૭.૧૮ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ નેટ રોકાણનો આંકડો ૧૯૨૦૨.૭ કરોડનો રહ્યો છે.

એફઓએમસીને લઇને ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. બીજી બાજુ ભારતમાં આરબીઆઈ દ્વારા શુક્રવારના દિવસે નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં ફોરેન એક્સચેંજ રિઝર્વ ડેટા જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે જ જાપાન દ્વારા પણ ફુગાવાના આંકડા જારી કરવામાં આવનાર છે. ડોલર સામે રૂપિયાની ચાલ અને ક્રૂડની કિંમત સહિતના પરિબળોની પણ અસર જાવા મળી શકે છે. ગયા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૨થી નીચે પહોંચી ગયો હતો.

આ સપ્તાહમાં રૂપિયો અમેરિકી ડોલર સામે ૫૧ પૈસા સુધી ઘટી ગયો હતો. જા ડોલર સામે રૂપિયામાં વધુ ઘટાડો થશે તો આઈટી, ફાર્મા અને અન્ય વિદેશી કારોબાર પર આધારિત શેર ઉપર ખુબ જ માઠી અસર જાવા મળી શકે છે. બીજી બાજુ કંપનીઓ દ્વારા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવામાં આવનાર છે તેના પર કારોબારીઓની નજર રહેશે. જા કે, આ વખતે સૌથી વધુ ધ્યાન જે મામલો ખેંચશે તેમાં અરામ્કોના આઈપીઓ ઉપર છે. ૨૮મી નવેમ્બરના દિવસે વ્યÂક્તગત રોકાણકારો માટે જ્યારે આ ઇશ્યુ ખુલશે ત્યારે તેમાં પડાપડી થઇ શકે છે. અરામ્કો પ્રતિષ્ઠિત કંપની રહેલી છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતિને લઇને ઘટનાક્રમ તથા માઇક્રો ઇકોનોમિક ડેટાની અસર પણ જાવા મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.