Western Times News

Gujarati News

એક સમયે સેલ્સમેનનું કામ કરતા હતા તારક મહેતાના પોપટ લાલ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ જેટલી જાણીતી છે એટલા જ તેના કેરેક્ટર્સ વિશેષ લોકપ્રિય છે. જાેકે આ પ્રતિષ્ઠા હાંસલ કરવા માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે. તારત મહેતા સૌથી લાંબી ચાલનાર એક એવો સિટકૉમ છે, જે તેના દરેક પાત્ર કોઈપણને પોતાના જ લાગે છે. આ વિવિધ પાત્રોની સફળતા પાછળ અસાધારણ પુરુષાર્થ અને સંર્ઘષની કહાની છૂપાયેલી છે.

આ સીરિયલમાં પોપટલાલનું કેરેક્ટર પ્લે કરનાર એક્ટર શ્યામ પાઠક આજે પણ લાખો લોકોમાં ખૂબ જ પસંદગી અને લોકપ્રિયતા ધરાવે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્યામ એક સમયે ગરીબ સેલ્સમેન હતા. તેમના મનમાં એક્ટિંગ પ્રત્યે ઘેલછા હતી,જેને પગલે તેઓ આજે તેઓ પોતાની મહેનત અને પ્રતિભાથી આ લેવલ પર પહોંચવામાં સફળ રહ્યા છે.

મુંબઈના ઘાટકોપરમાં જન્મેલા શ્યામ પાઠક તેમના જીવનના ૨૫ વર્ષ ગરીબીમાં વિતાવ્યા છે. શ્યામ એક વખત જ્યારે સંસ્કાર કાર્યક્રમમાં ગયા હતા ત્યારે ત્યાં એક નાટક ભજવ્યું હતું. તેમને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરી લેવામાં આવ્યા હતા. ૬-૭ વર્ષની ઉંમરે તો તેઓ લોકોમાં એક્ટિંગને લઈ ખૂબ જ પ્રશંસા મેળવવા લાગ્યા હતા.

પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી તો કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા. આ સમયે પણ તેમના કામની ખૂબ જ પ્રશંસા થઈ હતી. ત્યાના માલિકે એક નિયમ બનાવ્યો હતો કે જે પણ ગ્રાહક આવશે તેમને સૌથી પહેલા શ્યામ જ એટેન્ડ કરશે.

કોલેજ સમયે આ કામ કરી વખતે, કોલેજની અનેક છોકરીઓ તેમના માતાપિતા સાથે આવતી, આ કામ કરતા જાેઈ તે જાેતી હતી. જેથી શ્યામને ખૂબ જ શરમ આવતી હતી. શ્યામની માતા ઈચ્છત હતા કે તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બને. પણ તેમનું મન તો એક્ટર બનવામાં હતું.

ઓફિસ નજીક નેશનલ સેન્ટર ઓફ પર્ફોમિંગ આર્ટ્‌સમાં વાર્ષિક ૨૫ રૂપિયામાં સબસ્ક્રીપ્શન લીધુ. અને ફરી વખત સપનાનએ ઉડ્ડાન ભરી. ઝ્રછની ફાઈનલ એક્ઝામ આપ્યા બાદ રાજા કી રસોઈ નાટકમાં એક નેરેટરનો રોલ મળતા તે ભજવ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.