Western Times News

Gujarati News

માધુપુરામાં બે વેપારીઓ સાથે લાખોની છેતરપીંડી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના વેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવા બનાવોને પગલે પોલીસ ફરીયાદ થવા છતાં કોઈ નક્કર પરિણામો ન આવતા વેપારી બેડામાં રોષ વ્યાપી ગયો છે.

પોલીસ નિષ્ક્રીયતાને કારણે અગાઉ કાલુપુરના કાપડના વેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ બનતી હતી. જ્યારે હવે ે માધુપુરામાં બે વેપારીઓ ઠગાઈનો ભોગ બન્યા છે. આ ઉપરાંત વસ્ત્રાપુરમાં પણ એક વેપારીને તેના જ કારીગરે ચુનો ચોપડ્‌તા ફરીયાદ નોંધાઈ છે.
પ્રેમદરવાજા બહાર તેલીમીયા કમ્પાઉન્ડમાં હેલી કોર્પોરેશનના નામથી મેંદાના લોટનો હોલસેલનો વેપાર કરતાં પરેશ પટેલ (૪૬)ની દુકાને જીજ્ઞેશ રમેશભાઈ પટેલ (રહે.ચાણક્યપુરી ઘાટલોડીયા) સેલ્સમેન કમ એકાઉન્ટ તરીકે કામ કરતે હતો. જ્યારે સોહન હીરાલાલ ખારોલ તેના પિતા હીરાલાલ રૂપલાલ ખારોલ અને સોહનનો સાળો ગોરધન કૃષ્ણાજી ખારોલ પણ ત્યાં જ માલની ડીલીવરી તથા ઉઘરાણીનું કામ કરતા હતા.

કેટલાંક દિવસ અગાઉ પરેશભાઈએ એક વેપારીનો સંપર્ક કરી બાકી નીકળતા રૂ.સાડા સાત લાખની માંગણી કરી હતી. જા કે તેમણે ફક્ત ૩૮ હજાર નીકળતાં હોવાની વાત તે ચોંકી ઉઠ્યા હતા. વધુ પુછપરછ કરતાં સોહન, હિરાલાલ અને ગોવર્ધન બાકીની રકમ લઈ ગયા હોવાની વાત કરી હતી. બાદમાં પરેશ પટેલે શંકાના આધારે પેઢીના હિસાબો તપાસીને લેણી રકમની તપાસ બાદ વેપારીઓ સાથે સંપર્ક કરતા સોહન હીરાલાલ અને ગોવર્ધન ઉપરાંત જીજ્ઞેશ પટેલે પણ તેમની જેની સામે દિનેશે બે લાખ ચુકવી આપ્યા હતા.

જ્યારે બાકીની રકમ માલ મળ્યા બાદ ચુકવવાનું નક્કી કરાયુ હતુ. જા કે દિનેશે બાદમાં ફક્ત છ લાખ ચુકવતા અશોકભાઈએ રૂ.૧૦ લાખ ૮૦ હજારની ઠગાઈની ફરીયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ ઉપરાંત વસ્ત્રાપુરમાં બોડકદેવ પાસે બાળકોની ચોપડીઓ છાપી વેચાણનું કામ કરતા ફૈઝાન કાગજી (૩ર) ના ત્યાં આશુ શર્મા (હરિયાણા) નામનો વ્યક્તિ ઓફિસ ઈન્ચાર્જ સાથે મળીને કુલ ર૯ લાખનો ચુનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યુ છે.

જ્યારે નવા માધુપુરામાં મરી મસાલાનો વેપાર કરતાં અશોકભાઈ જૈન પાસે કેટલાંક દિવસ અગાઉ મહારાષ્ટ્રનો એક વેપારી દિનેશ શર્મા આવ્યો હતો. જેણે ઉધારમાં માલ લેવાની વાત કરી હતી.

મહારાષ્ટ્રમાં વેપારીઓની પૂછપરછ કર્યા બાદ અશોકભાઈએ દિનેશ શર્માને કુલ રૂ.સતર લાખથી વધુનો માલ આપ્યો હતો. તરીકે જાડાયો હતો. જેણે ઓફિસમાં હિસાબોમાં ખોટી એન્ટ્રીઓ પાડીને રૂ.બે લાખથી વધુની રકમ ચાંઉ કરી લીધી હતી. આ અંગે ફૈઝાનભાઈએ  વસ્ત્રાપુર  પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.