Western Times News

Gujarati News

કૃષિ મહોત્સવમાં ૬૫૦૦થી વધુ પશુઓને સારવાર-રસીકરણ

જિલ્લાના ૩૮ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું
(માહિતી) વડોદરા, રાજય સરકારના કૃષિક્રાંતિ અભિગમને પગલે રાજયભરમાં કૃષિ મહોત્સવ યોજાયો હતો. વડોદરા જિલ્લામાં યોજાયેલ કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત અને પશુપાલનલક્ષી માહિતી માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતુ. દરેક કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં પશુપાલન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. વડદલા ખાતે યોજાયેલ પશુપાલન કેમ્પમાં ૧,૩૭૭ પશુઓને સારવાર અને રસીકરણ જેવી આવશ્યક સેવા પૂરી પાડવામાં આવી.

આ ઉપરાંત ડેસર ખાતેના પશુ આરોગ્ય મેળામાં ૧,૩૫૬, ચારણપુરા પશુ આરોગ્ય મેળામાં ૪૬૫, વાઘોડિયા પશુ આરોગ્ય મેળામાં ૬૫૨, મીયાગામ પશુ આરોગ્ય મેળામાં ૫૬૭, નડા વસાહત પશુ આરોગ્ય મેળામાં ૫૧૬, પીપળી પશુ આરોગ્ય મેળામાં ૮૦૪ તથા સાધલી ખાતેના પશુ આરોગ્ય મેળામાં ૮૪૭ એમ કુલ ૬,૫૮૪ પશુઓને સારવાર-રસીકરણ આપવામાં આવ્યા છે.

તા. ૧૬-૧૭ જૂન દરમિયાન યોજવામાં આવેલ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના ૩૮ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી લાભાર્થી ખેડૂતોને રૂ. ૧.૨૫ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લાભરમાં કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત અવનવી માહિતીના ૧૫૮ સ્ટોલ્સની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કૃષિકારો-પશુપાલકોએ આ સ્ટોલ્સ નિહાળી અદ્યતન વિગતો મેળવી હતી. કાર્યક્રમમાં જુદાં-જુદાં વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ એ ઉપસ્થિત રહી કૃષિલક્ષી અને વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી જેની ખેડૂતોએ અને ગ્રામજનોએ જાણકારી મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.