Western Times News

Gujarati News

પતંગની દોરી ઘાતક બની ૧૦ દિવસમાં ૧૦થી વધુ ઘાયલ

ગત વર્ષે ઉત્તરાયણના દિવસે જ ર૪પથી વધુ લોકોના ઘાતક દોરીથી ગળા કપાયા હતા

અમદાવાદ, ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસ બાકી રહયા છે. ત્યારે પતંગરસીયાએ માટેની મજા ઘાતક દોરીથી અન્ય લોકો માટે સજા સમાન પુરવાર થઈ શકે છે. છેલ્લા ૧૦ દિવસમાં ચાઈનીઝ દોરીથી ૧૦થી વધુ વ્યકિતના ગળા કપાયા છે. જયારે ૩ વ્યકિતના મૃત્યુ થયા છે.

ગુરુવારે ચાંદખેડા ખાતે એક યુવાન તેના ટુવ્હીલર પર જઈ રહયો હતો ત્યારે કપાયેલા પતંગની દોરી તેની પાસેથીપસાર થઈ રહી હતી. અને થોડી જ ક્ષણોમાં તેને ગળામાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ યુવાનને તાકીદે ઈમરજન્સી સેવા ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગત વર્ષે ઉત્તરાયણના તહેવાર વખતે ઘાતક દોરીથી ર૪પ લોકોના ગળા કપાયા હતા.

જેમાં અમદાવાદમાંથી ૭પ રાજકોટામાંથી ર૮, વડોદરાસુરતમાંથી ર૭ સાથે સૌથી વધુ ઘટનાઓઅનો સમાવેશ થાય છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સીગ હોમ્સ એસોસીએશન દ્વારા કરવામાં આવેલી અપીલમાં જણાવાયું છે કે, ૧૬જાન્યુઆરી સુધી ટુવ્હીલર પર સવારી ટાળીને જાહેર પરીવહનનો ઉપયોગ કરવો જાેઈએ. ટુ વ્હીલરનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તો ગળામાં મફલર લપેટો હેલ્મેટ પહેરો. ઉત્તરાયણ દરમ્યાન વાહનની ગતી ધીમી રાખવી જાેઈએ. ફલાયઓવર બ્રીજ પર વાહનને ખુબ કાળજીથી ચલાવવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.