Western Times News

Gujarati News

સ્કૂલ બસના ડ્રાઈવરે ટર્ન લીધોને ચાર વર્ષની બાળકી દરવાજાની બહાર ફેંકાઈ

બેંગલોર, સોમવારના રોજ કર્ણાટકના રામનગર જિલ્લામાં કનકપુરા નજીક આવેલા Pichchanahallikere-Siddhenahalli રોડ પર એક હૃદયદ્વાવક અકસ્માત થયો હતો, જેમાં ચાર વર્ષીય એક બાળકીએ જીવ ગુમાવ્યો હતો. સ્કૂલ બસમાંથી તે ઉછળીને એવી રીતે બહાર પડી કે ઘટનાસ્થળે જ તેણે દમ તોડી દીધો હતો. બસના આગળના વ્હીલમાં તે કચડાઈ ગઈ હતી.

સાંભળીને જ રુવાંડા ઉભા થઈ જાય તેવા અકસ્માત માટે કોણ જવાબદાર છે તેની ચર્ચા ચાલી રહી છે. મૃતક બાળકીનું નામ રક્ષા એસ છે અને તે સિદ્ધેનાહલ્લી વિસ્તારમાં રહેતી હતી. તે શ્રી સાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેના પિતાનું નામ સ્વામી છે જે ખેતીના કામ સાથે સંકળાયેલા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રક્ષા સ્વામીની સૌથી મોટી દીકરી હતી.

પોતાની માસૂમ દીકરીને ગુમાવ્યા પછી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યો છે. સ્વામીએ પોલીસને જણાવ્યું કે, મારી દીકરી દરરોજ સ્કૂલ બસમાં જતી હતી અને બસમાં આવતી હતી.

સોમવારના રોજ તે લગભગ પોણા ચાર વાગ્યે ઘરે પાછી ફરી રહી હતી અને ત્યારે આ દુર્ઘટના થઈ હતી. બસ ચાલી રહી હતી પણ ડ્રાઈવરે દરવાજાે બંધ નહોતો કર્યો. રક્ષા આગળની સીટ પર બેઠી હોવા છતાં ડ્રાઈવરે દરવાજાે બંધ કરવાનું યાદ ના રાખ્યું.

જ્યારે બસે એક વળાંક પર ટર્ન લીધો અને સ્પીડ પણ એટલી વધારે હતી કે રક્ષા ઉછળીને બહાર પડી અને આગળના વ્હીલ નીચે કચડાઈ ગઈ. તેને માથાના ભાગે ઈજા થઈ અને ઘટનાસ્થળે જ તેણે અંતિમ શ્વાસ લઈ લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, જાે ડ્રાઈવરે બસ ચાલતી હોય ત્યારે દરવાજાે લોક કર્યો હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.

બસમાં જે અટેન્ડર હતો તેણે પણ વિદ્યાર્થિનીને કહ્યું હોત કે આ સીટ સુરક્ષિત નથી તુ પાછળ બેસી જા તો પણ તેને બચાવી શકાઈ હોત. અને ડ્રાઈવરે જ્યારે ટર્ન લેવાનો વારો આવ્યો ત્યારે બસ સ્લો કરવી જાેઈએ, તેમણે સ્પીડ વધારી અને આ દુર્ઘટના બની.

કનકપુરા ગ્રામ્ય પોલીસે ડ્રાઈવર અને તેના સહયોગી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. રક્ષાના પિતા સ્વામીએ નોંધાવેલી ફરિયાદ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઈવર અને તેનો સહયોગી ઘટનાસ્થળેથી જ ફરાર થઈ ગયા હતા અને વાહન પાછળ મૂકી દીધુ હતું. ડ્રાઈવરને શોધવા પોલીસે એક ટીમ તૈયાર કરી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ફરિયાદીએ પોતાની ફરિયાદમાં શાળા સંચાલનને શામેલ નથી કર્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.