Western Times News

Gujarati News

રણોત્સવમાં રમકડાના ઊંટ ધૂમ મચાવી રહ્યા છે

વિદેશી પ્રવાસીઓ તો જાેઇને ગાંડા થયા!

રણોત્સવમાં રમકડાના ઊંટ ધૂમ મચાવી રહ્યા છે

અમદાવાદ,ઊંટ એ રણનો રાજા કહેવાય છે અને કચ્છના સફેદ રણમાં પણ પ્રવાસીઓ આવે ત્યારે ઊંટ પર બેસ્યા વગર તેમનો પ્રવાસ અધૂરો જ રહી જાય છે. તો ઊંટગાડી પર બેસવા ઉપરાંત પ્રવાસીઓમાં ઊંટના શો-પીસનો ભારે ક્રેઝ ઉપાડ્યો છે.

કચ્છના એક કારીગર દ્વારા કાપડ અને તારમાંથી બનાવાતા ઊંટ, ઘોડા અને ગાડાના શો પીસ રણોત્સવમાં ધૂમ મચાવે રહ્યા છે. વિદેશી પ્રવાસીઓને તો આ ઊંટનો એટલો ચસ્કો લાગ્યો છે કે રોજના રોજ બનાવવામાં આવતા આ ઊંટ રોજ વેંચાઈ જાય છે. કચ્છમાં જાેવા મળતી ભાત ભાતની હસ્તકળાઓ દેશ વિદેશના લોકોનું મન મોહી લે છે.

તો અહીંના કારીગરો પણ લોકોને હરહંમેશ કંઇક નવું આપવાની ઈચ્છા સાથે પોતાની કારીગરીનો કરતબ દેખાડે છે. કચ્છના બન્ની વિસ્તારના જ ધોરડો ગામે રહેતા કાના મારવાડા એક અલગ પ્રકારની હસ્તકળા થકી રણોત્સવમાં પ્રખ્યાત થઈ રહ્યા છે. આ કચ્છી કારીગર દ્વારા કાપડ અને તારમાંથી બનાવવામાં આવતા ઊંટના શો પીસથી પ્રવાસીઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે અને કચ્છી હસ્તકળા વાળા દેશી રમકડાંની માંગ ખૂબ વધી છે.

કચ્છી હસ્તકળા વાળા કાપડને તારથી જાેડી તેને વિવિધ આકાર આપી આ કારીગર ઊંટ, ઘોડા અને ગાડાના શોપીસ બનાવે છે. રણોત્સવની ટેન્ટ સિટીમાં ઊભા કરાયેલ હસ્તકળા સ્ટોલમાં આ કારીગર પોતાની હસ્તકળા પ્રદર્શિત કરે છે. ટેન્ટ સિટીમાં વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં રોકાતા અન્ય ક્યાંય જાેવા ન મળતાં આ પ્રકારના રમકડાંથી તેઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે.

ફક્ત રૂ. ૧૦૦ થી રૂ. ૧૦૦૦ સુધીના આ શોપીસ રોજ જેટલા બનાવવામાં આવે છે તેટલા વેંચાઈ જાય છે. ધોરડો ગામમાં સાત કારીગરો રોજ કાપડ અને તારમાંથી આ પ્રકારના રમકડાં બનાવે છે. મહિલા કારીગરો પણ હવે આ કારીગરીમાં જાેડાઈ રહ્યા છે અને દિવસની સારી આવક ઊભી કરી રહ્યા છે.કચ્છી હસ્તકળા વાળા કાપડને તારથી જાેડી તેને વિવિધ આકાર આપી આ કારીગર ઊંટ, ઘોડા અને ગાડાના શોપીસ બનાવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.