Western Times News

Gujarati News

Vadodaraમાં ૧૭.૫ કિલો સોનાથી સ્વર્ણિમ થઈ મહાદેવની મૂર્તિ

વડોદરા, ગુજરાતના વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સોનાથી મઢેલા સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તૈયાર થઈ ગઈ છે. તળાવની વચ્ચે ૧૧૧ ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા પર અંદાજિત રૂપિયા ૧૨ કરોડના ખર્ચે સોનું જડવામાં આવ્યું છે.

છેલ્લાં ઘણાં સમયથી શિવજીની પ્રતિમાને સોનાથી જડિત કરવાનું કામ ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે Mahashivratriના દિવસે મુખ્યમંત્રી Bhupendra Patelના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રિના અવસરે ૧૧૧ ફૂટની સુવર્ણ જડિત પ્રતિમાનું ઉદ્‌ઘાટન કરશે.Mahadev idol gilded with 17.5 kg gold in Vadodara

વડોદરાના મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં સ્થાપિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર સોનાનો ઢોળ ચઢાવવાનું કામ ઘણાં સમયથી ચાલી રહ્યું હતું.

૧૬ ફેબ્રુઆરીના રોજ તે પૂર્ણ થયા પછી આ મૂર્તિ પરથી પડદો હટાવવામાં આવ્યો હતો. સર્વેશ્વર મહાદેવની ભૂમિને સોનેરી બનાવવાની પહેલ લગભગ બે વર્ષ પહેલા શરૂ થઈ હતી. તેની શરૂઆત અગાઉ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કરી હતી.

આ માટે તેમની આગેવાની હેઠળના સ્વર્ણ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૮ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસરે પ્રતિમાનું ઔપચારિક ઉદ્‌ઘાટન કરશે. આ પછી તેઓ મહાશિવરાત્રીની આરતીમાં ભાગ લેશે.

વડોદરાના ઐતિહાસિક સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ પ્રતિમા બનાવવા માટે ૧૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષની મહેનત બાદ ખાસ ટેક્નિકથી મૂર્તિ પર સોનાનો કોટિંગ ચઢાવવામાં આવ્યો છે. મૂર્તિને સંપૂર્ણ સોનેરી બનાવવા માટે ૧૭.૫ કિલો સોનું લાગ્યું હતું. સુરસાગરમાં સ્થિત આ મૂર્તિ ૧૧૧ ફૂટ ઊંચી છે.

આવી સ્થિતિમાં જ્યારે શિવની મૂર્તિને સોનેરી બનાવવામાં આવી છે. ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે લોકોને સુરસાગર પરનો નયનરમ્ય નજારો અનુભવાય તેવી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

પ્રતિમાના ઉદ્‌ઘાટન કાર્યક્રમ માટે ખાસ લાઇટીંગ ગોઠવવામાં આવી રહી છે. ગત વર્ષે પણ મહા શિવરાત્રીના અવસરે વડોદરાના સૂરસાગર તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.