Western Times News

Gujarati News

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વધઈ દ્વારા રાષ્ટ્રિય કૃષિ દિવસની ઉજવણી

ડાંગ :ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વધઈ તાલુકા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા.૨૧/૧૧/૨૦૧૯ ના રોજ ‛રાષ્ટ્રિય કૃષિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રિય કૃષિ દિવસના અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વધઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ર્ડા.જી.જી.ચૌહાણ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે યોગ્ય આયોજન સાથેની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો. કૃષિ વૈજ્ઞાનિકો બાગાયત,પાક સંરક્ષણ અને પશુપાલન દ્વારા ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મેળવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આગાખાન સંસ્થા,વધઈ તાલુકાના ક્લસ્ટર મેનેજરશ્રી રાજેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈ દ્વારા આપેલ માર્ગદર્શન પોતાની ખેતી અને પશુપાલનમાં અપનાવવા માટે અન્ય લોકોમાં પણ મળેલ માહિતીનો પ્રચાર-પ્રસાર કરવાનો આગ્રહ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાંથી ૧૫૪ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ રસપૂર્વક ભાગ લઇને મળેલ માહિતીનો યોગ્ય ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.