Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજ્યના બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડવા અંદાજપત્રમાં કુલ ₹ ૩૮,૮૬૭ કરોડની જોગવાઈ

પ્રતિકાત્મક

મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ માટે  ₹ ૩૧૦૯ કરોડની જોગવાઈ

·      રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ વખત શિક્ષણના અંદાજપત્રમાં ગતવર્ષ કરતા ૨૫% જેટલો વધારો જે અગાઉ ૭% થી ૧૦% જેટલો રહેતો હતો.

·      છેલ્લા ૨૦ વર્ષમાં (૨૦૦૨-૨૦૨૨) સુશાસન દ્વારા ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારે શાળા શિક્ષણમાં માળખાકીય પરિવર્તન માટે અનેક પહેલ શરૂ કરી છે. આ તમામ પહેલ થકી શાળાકીય શિક્ષણક્ષેત્રે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

·         ભારત સરકારના શિક્ષા મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઇંડેક્સ (PGI) મા ઉત્તરોત્તર પ્રગતિ સાથે ૧૦૦૦ માથી ૯૦૩ નો સ્કોર મેળવી ગુજરાત દેશનાં ટોપ પરફોર્મિંગ રાજ્યોમાં સામેલ છે. A total provision of ₹ 38,867 crore in the budget to provide higher and quality education to the children of the state

·         રાજ્યના ઓનલાઈન મોનીટરીંગ સેન્ટર વિદ્યા સમીક્ષા કેન્દ્રને માનનીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે પ્રાઇમ મિનીટર્સ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લીક એડમિનીટ્રેશન મળેલ છે.

·         પ્રધાનમંત્રીશ્રીના ન્યુ ઇન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને દેશના ભવિષ્યને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ભવિષ્યલક્ષી શિક્ષણ આપવાના ધ્યેયને સિધ્ધ કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ ખૂબ જ મહત્વનું છે. આગામી વર્ષ દરમ્યાન રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓનો વિધિવત શુભારંભ કરવામાં આવશે.

v અંદાજપત્રમાં મંજુર થયેલ મહત્વની નવી અને ચાલુ બાબતો
1.   મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ
·         મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટથી અંતર્ગત રાજ્યની ૨૦,૦૦૦ મોટી સરકારી અને અનુદાનિત શાળાઓ કે જેમાં રાજ્યના આશરે ૮૩% વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને વિશ્વ કક્ષાની ભૌતિક અને ડીજીટલ માળખાકીય સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવશે.

·         મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આ શાળાઓમા ૫૦,૦૦૦ જેટલા નવા વર્ગખંડો, ૧.૫ લાખ જેટલા જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ, ૨૦,૦૦૦ જેટલી કૉમ્પ્યુટર લેબ્સ, ૫,૦૦૦ STEM (સાયન્સ,ટેકનોલોજી,એન્જીનિયરીંગ,મેથ્સ)લેબ્સ અને વોકેશનલ લેબ્સની સુવિધા ત્રણ વર્ષમાં ઉભી કરવામાં આવશે.જેના માટે વર્ષ ૨૦૨૩-૨૪માં  ₹ ૩,૧૦૯ કરોડની જોગવાઇ.

2.   સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ વિના મુલ્યે શ્રેષ્ઠ શિક્ષણની સુવિધાઓ
2.1   જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ
રાજયની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૧ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા ધોરણ ૬ થી ૧૨નું ઉત્કૃષ્ટ નિવાસી શાળાકીય શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. યોજના હેઠળ ૫૦ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ સામાજિક ભાગીદારી હેઠળ સમગ્ર રાજ્યમાં સ્થાપવામાં આવશે. વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ-૬ માં ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે  ₹ ૯૦ કરોડની જોગવાઈ.

2.2.      જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ
રાજયની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૨ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા ધોરણ ૬ થી ૧૨નું ઉત્કૃષ્ટ શાળાકીય શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. રાજ્યના દરેક તાલુકામાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોનમાં ઓછામાં ઓછી એક એ રીતે આશરે ૪૦૦ અદ્યતન શાળાઓ શરૂ કરવામાં આવશે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪મા ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે કુલ  ₹ ૬૪ કરોડની જોગવાઇ.

2.3.      જ્ઞાન સાધના શાળા વાઉચર યોજના
સમગ્ર ભારતમાં પહેલરૂપી આ યોજનામાં જે બાળકોએ RTE યોજના હેઠળ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી અને બી. પી. એલ. હેઠળ આવતા વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી ખાનગી શાળામાં ધોરણ ૯ થી ૧૨ નું અભ્યાસ ચાલુ રાખવા દર વર્ષે વિદ્યાર્થી દીઠ ₹. ૨૦,૦૦૦ નું શાળા વાઉચર આપવાની યોજના.આ યોજના માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદ થયેલ ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓ માટે ₹. ૫૦ કરોડની જોગવાઈ.

2.4     રક્ષાશક્તિ સ્કૂલ્સ
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓના જેવી જ ૬ થી ૧૨ માટેની ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ જેમાં કન્યાઓ માટે ખાસ ૨ અલાયદી રક્ષાશક્તિ સ્કુલ્સ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપવાની યોજના. જેના માટે કુલ ₹ ૫ કરોડની જોગવાઇ.

3.   શાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેઈન્ટેનન્સ ગ્રાન્ટ
·         રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓની માળખાકીય સુવિધાઓની જાળવણી અત્યંત મહત્વપૂર્ણ છે. આ જાળવણી માટે આ વર્ષથી હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે મેઈન્ટેનન્સ ખર્ચ આપવા માટેની જોગવાઈ કરવામાં આવશે.

·         રાજ્યની તમામ ૩૨,૭૧૦ સરકારી પ્રાથમિક શાળાઓની જાળવણી માટે કુલ ₹. ૧૦૯ કરોડની બજેટ જોગવાઈ.

4.   મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં પસંદ થયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચ લાયકાત અને શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો મેળવવા માટે પ્રવાસી શિક્ષક યોજનામાં આમૂલ સુધારો
હાલ પ્રવાસી શિક્ષકોની લાયકાત અને શૈક્ષણિક અનુભવનું ધોરણ સુધારી ઉચ્ચ લાયકાત અને શૈક્ષણિક અનુભવ ધરાવતા પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા દ્વારા મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સમાં પસંદ થયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ દીઠ એક શિક્ષક સુનિશ્ચિત કરી બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા હેતુ નવી પ્રવાસી શિક્ષક યોજના શરૂ કરવામાં આવશે.આ યોજના માટે ₹ ૫૩૧ કરોડની જોગવાઈ.

5.   શાળા સહાયક
·         અંદાજે ૬,૦૦૦ જેટલી મોટી શાળાઓમાં શિક્ષક પોતાનો પૂરો સમય બાળકોના શિક્ષણ માટે આપી શકે તેવા હેતુથી શાળા સહાયકની નવી યોજના અમલમાં મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ શાળા સહાયકો કોમ્પ્યુટર લેબ, તમામ બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટિંગ, રેકોર્ડ રાખવા, શાળાઓની ઓનલાઈન કામગીરી, જરૂર પડે ત્યારે શૈક્ષણિક કામગીરી સહિતની કામગીરીઓ કરશે.

·         આ યોજના અંતર્ગત ૬,૪૦૦ શાળા સહાયકો માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ₹  ૮૭ કરોડની જોગવાઈ.

6.   ખેલ સહાયક
·         ઓલમ્પિક ૨૦૩૬ માટે દેશની યજમાનગીરી અને ખાસ કરીને આ યજમાની માટે ગુજરાત દાવેદારી કરી રહ્યું છે ત્યારે રાજ્યની સરકારી શાળાના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ, યોગા અને અન્ય શારીરિક શિક્ષણ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે.

·         મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળની ૩૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી  અંદાજે ૫,૦૦૦ જેટલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવા માટે ૨૦૨૩-૨૪મા ₹ ૬૬ કરોડની બજેટ જોગવાઈ.

7.   શિક્ષકો માટે હેલ્થ કાર્ડ
રાજ્યના તમામ શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તથા ક્લેઇમ ના દરેક સ્તરે ફાઇલ પ્રોસેસ કરવાના વિભાગના સમયમાં બચત થાય તેવા ઉમદા હેતુથી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાના તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો માટે હેલ્થ કાર્ડ યોજના દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers