Western Times News

Gujarati News

સુપ્રિમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુદ્દે ઉગ્ર દલીલો

એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ રાજયપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો


સોલીસિટર જનરલે સુપ્રિમ કોર્ટમાં રાજયપાલને સુપ્રત કરાયેલી ૧૭૦ ધારાસભ્યોની સહીઓ વાળા ત્રણ પત્રો રજુ કર્યા

રાજયપાલના ચુકાદાને કોર્ટમાં પડકારી શકાય નહીં : સોલીસિટર જનરલ

વિપક્ષોને તુટવાનો ડર હોવાથી જલ્દીથી ફલોર ટેસ્ટની માંગ કરી રહયા છે : ભાજપ : આ મુદ્દો પહેલા હાઈકોર્ટમાં ચર્ચાવો જાઈએ ત્યારબાદ સુપ્રિમમાં આવવો જાઈએ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી, નિર્ણય કાલે સવારે ૧૦:૩૦  વાગે આવશે

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજયપાલે ભાજપના ફડણવીશને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવી તા.૩૦મીએ બહુમતી પુરવાર કરવા માટે આપેલા આદેશને પડકારતા કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના વકિલોએ આજે સુપ્રીમ કોર્ટમાં વધુ દલીલો કરી હતી જાકે ભાજપના વકિલ તથા સોલીસીટર જનરલે આજે સવારે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી શરૂ થતા જ કેટલીક મહત્વપૂર્ણ દલીલો કરી બહુમતી માટે ભાજપ તથા અજીત પવારે રજુ કરેલી ચિઠ્ઠીઓ પુરાવા રૂપે સુપ્રીમ કોર્ટમાં રજુ કરી હતી

તેનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું હતું. આજની દલીલો બાદ સુપ્રિમ કોર્ટે આ મુદ્દે આવતીકાલે સવારે ચુકાદો આપવાનું જણાવ્યુ છે.  રાજયપાલ વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ આ દસ્તાવેજા રજુ કર્યા હતા. તુષાર મહેતાએ દલીલો કરી હતી કે રાજયપાલના આદેશને પડકારી શકાય તેવો પ્રશ્ન ઉઠાવી આ મુદ્દે કેટલાક મુદ્દાઓ ટાંક્યા હતાં.

રાજયપાલના ચુકાદામાં કોર્ટે હસ્તાક્ષેપ કરવો જાઈએ નહી તેવી દલીલ પણ તેમણે કરી હતી તેમણે દલીલ કરી હતી કે રાજયપાલે એનસીપી, શિવસેના અને કોંગ્રેસ ત્રણેય પક્ષોને સરકાર રચવા માટે સમય આપ્યો હતો પરંતુ તેઓ સરકાર રચી શક્યા ન હતાં જેના પરિણામે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ તા.રરમીએ ફડણવીસ અને એનસીપીના વિધાનસભાના નેતા અજીત પવારે ધારાસભ્યોની સહી સાથે સમર્થનની ચીઠ્ઠીઓ રજુ કરી હતી અને તેમાં એનસીપીના પ૪ ધારાસભ્યોની સહીઓ હતી જયારે અપક્ષ ૧૪ ધારાસભ્યોનો પત્ર હતો આમ કુલ ૧૭૦ ધારાસભ્યોનું સમર્થન હોવાથી રાજયપાલે તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું અને સવારે શપથ લેવડાવ્યા હતાં

આ કારણોસર જ રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું હતું. ફડણવીસે આપેલી ચીઠ્ઠીઓનું મરાઠીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું જયારે અજીત પવારની ચીઠ્ઠીનું પણ ભાષાંતર કરવામાં આવ્યું હતું.

સોલીસીટર જનરલ બાદ ભાજપના ધારાસભ્યે સુપ્રીમકોર્ટમાં પોતાની દલીલો રજુ કરી હતી તેમણે જણાવ્યું હતું કે એક પવાર અમારી સાથે છે તો બીજા સામે છે અને આ પરિવારનો ઝઘડો છે જેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી ભાજપને એનસીપીના વિધાનસભા પક્ષના નેતાએ સમર્થનની ચીઠ્ઠી આપી હતી અને તેથીજ સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો છે તેમણે મહત્વપૂર્ણ દલીલ કરી હતી કે મહારાષ્ટ્રનો કેસ ર૦૧૮ના કર્ણાટકના યેદુરપ્પા જેવો નથી તેથી તેની સાથે ન સરખાવો જાઈએ.

ભાજપના વકિલની દલીલો બાદ ત્રણ જજાની બેંચમાં સામેલ જસ્ટિસ  સંજીવ ખન્નાએ ભાજપના વકિલને જણાવ્યું હતું કે આજની સ્થિતિ શું છે તેના જવાબમાં ભાજપના વકિલે જણાવ્યું હતું કે તેની અમને ખબર નથી પરંતુ રાજયપાલે જયારે ૩૦મીએ ફલોર પર બહુમતી પુરવાર કરવાનો આદેશ આપી દીધો છે તેથી હવે જે કઈ થાય તે ફલોર પર થશે અને કોર્ટે તેમાં દરમિયાનગીરી કરવી જાઈએ નહી અને સુપ્રીમકોર્ટે આ તારીખ નકકી ન કરવી જાઈએ.

રાજયપાલે દસ્તાવેજાના આધારે નિર્ણય કર્યો છે અને તેને પડકારી પણ શકાય નહી. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે રાજયપાલે જયારે નિર્ણય આપી જ દીધો છે

ત્યારે હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને તેમના પક્ષમાં ભંગાણ પડવાની બીક લાગી રહી છે. તેમના ધારાસભ્યો જતા રહે તેવી બીકથી રાજયપાલના નિર્ણયને પડકારી રહયા છે. આ મુદ્દે વિસ્તૃત જવાબ આપવાનો સમય આપવો જાઈએ. વિપક્ષોને તુટવાનો ડર લાગતો હોવાથી જલ્દીથી કાર્યવાહીની માંગ કરી રહયા છે.

અજીત પવારના વકિલ મનીન્દર સિંગે દલીલ કરી હતી કે ચીઠ્ઠી રજુ કરી દેવામાં આવી છે તેથી તે ચીઠ્ઠી પર વિવાદ ન થવો જાઈએ તે પછી સ્થિતિ  બદલાય તો તેની ચર્ચા ન થવી જાઈએ. ચીઠ્ઠીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે અજીત પવાર જએનસીપી છે આ ઉપરાંત આ મુદ્દો સૌ પ્રથમ હાઈકોર્ટમાં આવવો જાઈતો હતો સીધા જ સુપ્રીમકોર્ટમાં આની સુનાવણી ન થવી જાઈએ.

આ દરમિયાનમાં શિવસેનાના વકિલ કપિલ સિબ્બલે દલીલો કરી હતી કે ત્રણેય પક્ષોના જાડાણ અંગે તા.રરમીએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી  અને તેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના આગેવાનોએ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો

તો બીજા દિવસે સવારે અચાનક જ ફડણવીસે શપથ લઈ લીધા અને રાષ્ટ્રપતિ શાસન પણ હટાવી લેવાયું આમ કપિલ સિબ્બલે રાજયપાલના રાષ્ટ્રપતિ શાસન ઉઠાવવાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા.

જાકે ભાજપની દલીલ બાદ કોર્ટે કપિલ સિબ્બલને આ મુદ્દે દલીલો કરતા અટકાવ્યા હતાં અને જણાવ્યું હતું કે રાજયપાલે ચીઠ્ઠીઓના આધારે નિર્ણય લીધો છે. ત્યારબાદ સુપ્રીમકોર્ટના ત્રણેય જજાએ રજુ કરવામાં આવેલી ચીઠ્ઠીઓ ફરી વખત વાંચી હતી.
ગઈકાલે ત્રણેય પક્ષોના વકિલોએ ત્યારબાદ ભાજપના તથા અજીત પવારના વકિલે તથા સોલીસીટર જનરલે પોતાનો પક્ષ રાખ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.