Western Times News

Gujarati News

એન.એલ. ટ્રસ્ટ તથા કોટન કલબ અ’વાદ દ્વારા ખેડબ્રહ્મામાં ઉત્તમ કપાસની કાર્યશાળા યોજાઈ

ખેડબ્રહ્મા શહેરમાં અર્બુદા સમાજવાડી માં તારીખ 23- 11 -2018 ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન નરોતમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને કોટન કનેક્ટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઉત્તમ કપાસ ની કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં 210 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો કાર્યશાળા ની શરૂઆતમાં કોટન કનેક્ટના પ્રોગ્રામ મેનેજર શ્રી ડો.સમીરભાઈ પંડિતે ઉત્તમ કપાસ ની પહેલના સાત સિદ્ધાંતો વિશેની સમજ આપી હતી જેમાં પાક રક્ષણ, પાણીનો બચાવ, જમીનની ફળદ્રુપતા અને કાળજી, કપાસની ગુણવત્તા, ખાતરનું પ્રમાણ, જૈવિક વિવિધતા અને ઉત્તમ કાર્ય દ્વારા ખેડૂતને સરકારી યોજનામાં જોડાણ કરવા વિશેની સમજ આપી હતી.

કૃષિ સંશોધન કેન્દ્ર યોજના વૈજ્ઞાનિક શ્રી જગદીશભાઈ એ પટેલે ખેતી સામેના પડકારો તેની સામે ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ નો સમન્વય કરવા જણાવ્યું જેથી ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધે તેની ઉપર સમજ આપી તેમણે કપાસના ઉત્પાદનમાં ગુલાબી  ઈયળના ઉપદ્નવને નિયંત્રણ કરવાની પદ્ધતિ અને ટૂંકા ગાળામાં વિવિધ જાતોની સમજ આપી ઉત્તમ કક્ષાનું સેન્દ્રીય ખાતર બનાવવાની તેમજ તેની ઉપયોગિતા ની માત્રા ની પણ સમજ આપી.

અગ્રણી ખેડૂત શ્રી વસ્તાભાઇ કચરાભાઈ પટેલ એ પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપતા જણાવ્યું હતું કે ઝીરો બજેટ ખેતી વિશે પોતે કરેલ ઘઉંની ખેતી વિશે સમજ આતી તેમણે જીવમૃત બનાવી ને કોઈ પણ પ્રકારનો ખર્ચ વગર દેશી પદ્ધતિથી ખાતર અને દવાઓનો ઉપયોગ કરવા અને માનવ સમુદાય માટે ઉપયોગી થવા જણાવ્યું..

નરોતમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ સંસ્થાના પ્રતિનિધિ શ્રી વિનોદભાઈ દેસાઈએ ખેડૂતના સંગઠન દ્વારા ખેડૂતોના વિકાસ અને તેનાથી થતા ફાયદા વિશે સમજ આપી અંતમા સહુનો આભાર માન્યો માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી  કાર્યક્રમને અંતે સૌ ને લાડુ સાથે જમણ આપવામાં આવ્યું હતું..

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.