Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Holi Celebrationમાં ઉર્વશી રૌતેલાએ કર્યો જોરદાર ડાન્સ

શિમલા, દેશભરમાં ધૂમધામથી હોળીની ઉજવણી કરાઈ. ફિલ્મ સ્ટાર્સ અને ટીવી સ્ટાર્સ રંગ અને ગુલાલથી રંગાયેલા જાેવા મળ્યા. મુંબઈમાં ઠેર-ઠેર હોળીની પાર્ટી થઈ, જેમાં સેલેબ્સએ ઘણો રંગ જમાવ્યો અને ડાન્સ પણ કર્યો. ફિલ્મ અને ટીવી સ્ટાર્સના Holi Celebrationની તસવીરો અને વિડીયો Social Media પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

એક્ટ્રેસ Urvashi Rautelaએ પણ આ વખતે મનભરીને હોળી રમી.  Urvashi Rautela did a great dance in Holi Celebration

સફેદ રંગનો ડ્રેસ પહેલી અને ચશ્મા લગાવી ઉર્વશી રૌતેલાએ ઘણો ડાન્સ કર્યો. પરંતુ, ડાન્સ કરતા-કરતા ઉર્વશી રૌતેલા ઢોલ પર જઈને બેસી ગઈ અને નાચવાનું શરૂ કરી દીધું. આવું જ ‘બિગ બોસ ૧૬’ ફેમ સૌંદર્યા શર્માએ પણ કર્યું. તે પણ આવી જ એક હોળી પાર્ટીમાં ઢોલ પર બેસીને નાચવા લાગી હતી. ઉર્વશી રૌતેલાનો આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને યૂઝર્સ તેમાં ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

એક યૂઝરે આ વિડીયો પર લખ્યું છે કે, ‘ઢોલવાળાની ઈદ, દિવાળી બધું છે.’ એક અન્ય યૂઝરે કોમેન્ટ કરી, ‘ઢોલવાળા વિચારી રહ્યા હશે કે હળવામાં ન લેતા ઉર્વશીને. ઢોલ પર બેસાડીને નચાડી છે.’ એક અન્ય યૂઝરે લખ્યું, ‘અબ્બા હું પણ ઢોલ બનવા માગું છું. રૂપિયા ઓછા કમાઈશ પણ ખુશ રહીશ.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

ઉર્વશી રૌતેલાએ આ હોળી પાર્ટીમાં ઘણો ડાન્સ કર્યો અને ઠુમકા લગાવ્યા. પરંતુ, આ ચક્કરમાં તેની ચપ્પલો તૂટી ગઈ. એક્ટ્રસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તૂટેલી ચપ્પલોની તસવીરો શેર કરી છે અને લખ્યું છે, હોળી પછી પાગલપંતી.’ ઉર્વશીએ હોળીની પાર્ટીની પોતાના ઘણા અન્ય વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.


ઉર્વશી રૌતેલા ભલે હાલમાં ફિલ્મી પડદાથી દૂર છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે પોતાના પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તેનું નામ અવાર-નવાર ક્રિકેટર રિષભ પંતની સાથે જાેડવામાં આવે છે. ઘણી વખત ઉર્વશી પણ સોશિયલ મીડિયા પર કંઈક એવી કોમેન્ટ કરી દે છે કે તેનું કનેક્શન રિષભ પંત સાથે જ જાેવા મળે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers