Western Times News

Gujarati News

રીવર્સ વેન્ડીંગ મશીનમાં પ્લાસ્ટીક બોટલ રીસાયકલીંગ કરાવો અને પૈસા કમાવો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજયસરકાર તથા મ્યુ.કોર્પોરેશન તરફથી પ્લાસ્ટીકની બેગ, ક, કે પાણીની બોટલો, તથા પ્લાસ્ટીકની થેલીઓ ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ શહેરમાં પ્રતિબંધ પ્લાસ્ટીકની બેગો, કપ, તથા અન્યરીતો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. શહેરમાં આજે રોજનો ૩ર૦૦ મેટ્રીક ટન કચરો એકત્રીત થતો હોય છે.તેમાં૧૧૦ મેટ્રીકટન જેટલો પ્લાસ્ટીક વેસ્ટજ હોય છે.

શહેરના નગરજનો પ્લાસ્ટીકનો ઉપયોગ કરી કચરામાં ન નાંખેતથા જુદો એકત્રીત કરી કમાણીક્રમે તેવો હેતુથી મ્યુ.કોર્પોરેશન તરફથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સૌજન્યથી શહેરમાં પ્રારંભિક ધોરણે શહેરની પાંચ જગ્યાઓ પર રીવર્સવેન્ડીગ મશીન મુકનાર છે. આ માટે મ્યુ.કોર્પોરેશન તરફથી અમુક જગ્યાઓ પણ નકકી કરવામાં આવ્યા ે છે. આ રીવર્સ વેન્ડીગ મશીનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તે માટે મશીન ઓપરેટ કરવા માટે ખાસ કોન્ટ્રાકટ પણ આપનાર હોવાનું જાણવા મળે છે.

ગયે વર્ષે પમી જુને રાજયના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જાહેર કર્યું હતું કે રીવર્સ વેન્ડીગ મશીન રાજયના શહેરોમાં મુકાશે. બરોબર તેના ૧ વર્ષ બાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરની પાંચ જગ્યા પર રીવર્સ વેન્ડીંગ મશીનો મુકવાનો નિર્ણય લીધો છે.

આ મશીનમાં પ્લાસ્ટીકની પાણીની બોટલ મુકવાથી તરતજ પ્લાસ્ટીકનું રીસાયકલીંગ થઈ જશે, રીસાયકલીગ થયેલ પ્લાસ્ટીકનો ઉપયોગ ટી શર્ક, ટીવીકવર, તકીયા, તથા રેફ્રીજરેટરના કવર બનાવવામાં લઈ શકાશે અમદાવાદ શહેર સહિત રીવર્સ વેન્ડીગ મશીન રાજયના અન્ય મોટા શહેરોમાં પણ મુકાશે તેમ સુત્રો તરફથી જાણવા મળે છે.

શરૂઆતમાં નાગરીકોને મુશ્કેલી ના પડે તે માટે દરેક રીવર્સ વેન્ડીંગ મશીન ચલાવવા કોન્ટ્રાકટર આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમીક ધોરણે શહેરમાં આ રિવર્સ વેન્ડીગ મશીનો પ્રેમચંદનગર ચીત્રા પબ્લીક પાર્ક, સેટેલાઈટ હિતેન્દ્ર દેસાઈ પબ્લીકપાર્ક, સીવીલ હોસ્પીટલ, કેમ્પસ, ઓએનજીસી, મોટેરા કોમ્પલેક્ષ નિકોલ ખોડીયારમાતાના મંદીર પાસે મુકનાર છે.

જે નાગરીકો પ્લાસ્ટીકની બોટલ રીસાયકલીગ કરવા લાવશે તેને બોટલ દીઠ ઓછામાં ઓછા એક રૂપિયો, અથવા તો બોટલની સાઈઝ પ્રમાણે આપવામાં આવશે તેમ જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.