Western Times News

Gujarati News

ભારતને પરમાણુ સબમરીન બનાવવાની ફ્રાન્સની ઓફરથી ચીન ઉશ્કેરાયું

નવીદિલ્હી, ફ્રાન્સે ભારતને એવી ઓફર કરી છે, જેનાથી ચીન ફરી એકવાર ઉશ્કેરાઈ શકે છે. હકીકતમાં ફ્રાન્સે ભારતને પરમાણુ સબમરીન ડીલની ઓફર કરી છે. France’s offer to build nuclear submarines to India provoked China

આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય નૌકાદળ પહેલાથી જ આધુનિકીકરણની પ્રક્રિયામાં છે. જાે ફ્રાન્સ સાથે ડીલ ફાઈનલ થઈ જાય છે, તો તે ભારતીય નૌકાદળ માટે એક મોટું બૂસ્ટર હશે.

ફર્સ્ટપોસ્ટના અહેવાલ અનુસાર ડીલ હેઠળ ફ્રાન્સ ભારત સાથે મળીને ૬ પરમાણુ સબમરીન વિકસાવવા માટે કામ કરશે. ફ્રાન્સે તેના બેરાકુડા-ક્લાસ સબમરીન પ્રોગ્રામમાંથી પરંપરાગત ટેક્નોલોજી શેર કરવાની પણ ઓફર કરી છે. જણાવી દઈએ કે બેરાકુડા-ક્લાસ સબમરીન પરમાણુ હુમલો કરવામાં સક્ષમ સબમરીન છે.

તેને ફ્રેન્ચ નૌકાદળ માટે ફ્રેન્ચ શિપબિલ્ડર નેવલ ગ્રુપ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફ્રાન્સની ભારતને ઓફર એ ડીલ જેવી જ છે જે તેણે અગાઉ બ્રાઝિલને ઓફર કરી હતી. બ્રાઝિલ હવે ફ્રેન્ચ સહાયથી તેની પ્રથમ પરમાણુ સબમરીન વિકસાવી રહ્યું છે.

તાજેતરમાં યુએસ,ઑસ્ટ્રેલિયા અને બ્રિટનએ પરમાણુ-સંચાલિત સબમરીન કરારની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વલણનો સામનો કરવાનો છે. હવે ફ્રાન્સે ભારતને પણ આવી જ ઓફર કરી છે.
ચીન હિંદ મહાસાગરમાં પોતાની શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આવી સ્થિતિમાં ભારત અને ફ્રાન્સ ડ્રેગનની આક્રમકતાનો જવાબ આપવા માટે સાથે મળીને કામ કરી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને પોતપોતાની નૌકાદળ માટે પરમાણુ સબમરીન હસ્તગત કરવાની લાઇનમાં છે. આવી સ્થિતિમાં ચીન માટે ભવિષ્યમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે.

જાે ભારતીય નૌકાદળ ફ્રાન્સના પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારની આર્ત્મનિભર ભારત પહેલ માટે એક મોટી સિદ્ધિ હશે. આર્ત્મનિભર ભારત પહેલના ભાગ રૂપે ભારતે ‘પ્રોજેક્ટ ૭૫ આલ્ફા’ લોન્ચ કર્યો છે.

આ કાર્યક્રમ હેઠળ ભારતીય નૌકાદળનો હેતુ છ પરમાણુ સંચાલિત સબમરીન ખરીદવાનો છે. ભારત સરકારે ફેબ્રુઆરી ૨૦૧૫માં પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.