Western Times News

Gujarati News

અમદાવાદ રેલવેને ચાલુ વર્ષે 8728 કરોડની આવક થઈઃ લક્ષ્ય 12 દિવસ પહેલાં પાર કર્યું

8728 કરોડ રૂપિયાની મોટી રકમ, લક્ષ્ય સમય કરતાં 12 દિવસ પહેલાં પાર કર્યું

પશ્ચિમ રેલવે યાત્રીઓને સુવિધા પ્રદાન કરવાની સાથોસાથ રેલ રાજસ્વને વધારામાં પણ પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ દિશામાં પોતાના અવિરત પ્રયત્નોને ચાલુ રાખતાં અમદાવાદ મંડળે અન્ય એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરતાં આ નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન માલ લાવવા લઇ જવા,

યાત્રી પરિવહન સેવા તેમ જ અન્ય કોચિંગ આવક સહિત લક્ષ્ય કરતાં 12 દિવસ પહેલાં 8728.82 કરોડ રૂપિયાની જંગી રકમને પાર કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈનના સક્ષમ તેમ જ કુશળ નેતૃત્વ અને મંડળના અગ્રણી મંડળ વાણિજ્ય મેનેજર શ્રી પવન કુમાર સિંહ અને તેમની ટીમ દ્વારા સતત પ્રયાસને કારણે શક્ય બન્યું છે.

અમદાવાદ મંડળ રેલના પ્રવક્તાએ જાણકારી આપતાં જણાવ્યું કે અમદાવાદ મંડળ દ્વારા વર્ષ 2022-23માં નાણાંકીય વર્ષના 12 દિવસ બાકી હોવા છતાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી એક કીર્તિમાન સ્થાપિત કર્યું છે. મંડળે પોતાના રાજસ્વમાં આ શાનદાર ઉપલબ્ધિ માટે અત્યાર સુધીનું સૌથી વધુ રાજસ્વ 8728.82 કરોડ રૂપિયા

જેમાં માલ-ભાડા રાજસ્વ (ગુડ્સ રેવન્યૂ) 7294.68 કરોડ રૂપિયાનું રાજસ્વ મેળવ્યું જેમાં ઓટોમોબાઇલ 104.78 કરોડ, બેન્ટોનાઇટ 94.79 કરોડ, કોલસો 2042.64 કરોડ, ફર્ટિલાઇઝર 1790.46 કરોડ, પેટ્રોલિયમ 194.52 કરોડ, કન્ટેનર 1797.63 કરોડ, મીઠું 850.44 કરોડ અન્ય 439.22 કરોડ અને યાત્રી રાજસ્વ 1264.02 કરોડ

અને અન્ય (OCH) દ્વારા  178.77 કરોડ રૂપિયાનું ઐતિહાસિક રાજસ્વ પ્રાપ્ત કર્યું છે. આ દરમિયાન ટિકિટ તપાસમાં પોતાની સૌથી વધુ આવક નોંધાવી. આ દિશામાં જ આગળ વધતાં મંડળે ટિકિટિંગ આરક્ષણ ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક પણ મેળવી.

અન્ય કોચિંગ (ઓસીએચ) આવકમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાવી છે, જેમાં ટિકિટની તપાસ અને પાર્સલ રાજસ્વનો પણ સમાવેશ થાય છે. મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલ તમામ પ્રયત્નોથી રાજસ્વમાં સતત વધારો થયો છે. મંડળ દ્વારા નીતિઓમાં વ્યાપક પરિવર્તન અને વિવિધ ક્ષેત્રોમાં મંડળના મહત્તમ વિપણન પ્રયત્નોથી રાજસ્વમાં સતત વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.