Western Times News

Gujarati News

સાબરમતી જેલમાંથી ગાંજાના ૪૦ પેકેટ મળી આવ્યા

અમદાવાદ, સાબરમતી જેલમાંથી ગાંજાે મળ્યો હોવાનું સામે આવ્યું છે. જેલમાં દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ગાંજાે મળ્યો છે. અકરમ અબ્દુલ અઝીઝ શેખ પાસે ગાંજાે ઝડપાયો છે. ગાંજાના લગભગ ૪૦ જેટલા પેકેટ મળી આવ્યા છે.

દરોડા દરમિયાન નવી તરકીબનો પણ ખુલાસો થયો છે. સાથે જ જેલકર્મીઓ કેદીઓને મોબાઈલ આપતા હોવાનું પણ સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. સુરતની લાજપોર જેલમાં પોલીસ અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાજપોર જેલમાંથી મોબાઈલ ફોન, ગાંજા અને ચરસની પડીકીઓ મળી આવી હતી.

પોલીસે તપાસ શરુ કરતા કેદીઓએ જેલમાં તોડફોડ શરૂ કરી હતી. કેટલીક બેરેકમાં તો કેદીઓએ ટ્યુબલાઈટ તોડી અને વાસણો ફેંક્યા હતા. ત્યાર બાદ પોલીસે વધુ ફોર્સ બોલાવી સવારે ૫ વાગ્યા સુધી કાર્યવાહી કરી હતી. સૂત્રોનું માનીએ તો, જેલકર્મીઓ કેદીઓને મોબાઈલ આપતા હતા.

કેદીઓ પાસેથી જેલકર્મીઓ ચાર્જ લેતા હતા. સાથે જ જેલમાં દરોડા દરમિયાન આખા ગુજરાતમાં જેલમાંથી મોબાઈલ પણ મળ્યા છે. રાજ્યમાં ૨૬ જેટલા મોબાઈલ મળ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્યભરની ૧૭ મોટી જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ડ્ઢય્ઁ ઓફિસમાં મળેલી બેઠક બાદ રાજ્યભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જાેડાયા હતા.

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, જુનાગઢ, જામનગર, પોરબંદર સહિતની જેલોમાં ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જેલમાં પહોંચ્યો હતો અને દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી હતી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.