Western Times News

Gujarati News

નવી જંત્રીના અમલમાં આવે તે પહેલાં સરકારનો એક મહત્વનો નિર્ણય

૭ અને ૮ એપ્રિલની જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે

નવી જંત્રીના અમલમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એક એક દિવસ મહત્વનો સાબિત થઈ રહ્યો છે

ગાંધીનગર, ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં બાર વર્ષ બાદ જંત્રી બમણી કરવાનો ર્નિણય તો લઈ લીધો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જાેવા મળી રહ્યો છે.

હાલની મોંધવારીમાં ઘરનું ઘર લેવું મોંઘું બન્યું છે, ત્યારે જે લોકોએ પોતાના મકાન લઈ લીધા છે, પરંતુ દસ્તાવેજ કરવાના બાકી છે આવા કિસ્સામાં જંત્રી બમણી કરવાનો ર્નિણય દરેક લોકોને દઝાડી રહ્યો છે. પરંતુ હાલ રાજ્યમાં નવી જંત્રી અંગે ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય સામે આવ્યો છે.

આગામી ૧૫ એપ્રિલથી અમલમાં આવનારા જંત્રીના નવા દરના મામલે લોકોના ધસારાને જાેતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ર્નિણય કર્યો છે. ૧૫ એપ્રિલ પહેલા આવતી બે જાહેર રજાના દિવસે પણ સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત રહેશે. ૭ અને ૮ એપ્રિલની જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.

હાલ સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ, ગાંધીનગર કચેરી દ્વારા આ મહત્વપૂર્ણ આદેશ કરાયો છે. સામાન્ય રીતે નવી જંત્રીના દરના અમલની સમય મર્યાદા વધારાઈ છે. નવી જંત્રીનો અમલ ૧૫મી એપ્રિલથી થશે. અગાઉ ૪ ફેબ્રુઆરીથી નવી જંત્રીનો દર અમલમાં મુકાયો હતો. હવે નવી જંત્રીનો અમલ ૧૫મી એપ્રિલથી થશે. આમ, નવી જંત્રીના અમલમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એક એક દિવસ મહત્વનો સાબિત થઈ રહ્યો છે.

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-કના અસરકારક અમલ માટે રાજયની જર્મીનો સ્થાવર મિલકતોના જંત્રી (એન્ટ્રયલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમાં તા.૧૫/૦૪/૨૦૨૩ થી વધારો અમલમાં આવનાર છે. જેથી, તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજાે માટે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.

તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં (તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.