Western Times News

Gujarati News

સંજીવ ભટ્ટની અરજી પર સુપ્રીમે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો

નવીદિલ્હી, સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને ૧૯૯૦ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠેરવવા સામે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અપીલના સમર્થનમાં વધારાના પુરાવાની માંગ કરતી બરતરફ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. Supreme Court sought response from Gujarat government on Sanjeev Bhatt’s petition

બરતરફ આઇપીએસ (ભારતીય પોલીસ સેવા) અધિકારી ભટ્ટે પ્રભુદાસ વૈષ્ણનીના કસ્ટોડિયલ ડેથના ૧૯૯૦ના કેસમાં તેમની દોષિતતાને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરી છે. કોમી રમખાણો બાદ વૈષ્ણની જામનગર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને ૧૧ એપ્રિલ સુધીમાં તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ૧૮ એપ્રિલ માટે આ મામલાને સૂચિબદ્ધ કર્યો હતો. ભટ્ટ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ દેવદત્ત કામતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે આ મામલે ઘણી વખત મુલતવી રાખવાની માંગણી કરવા છતાં જવાબ દાખલ કર્યો નથી.

બીજી બાજુનું વર્તન જુઓ. ૫ વખત એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો અને આજે પણ વધુ સમય માંગ્યો. જુલાઈ ૨૦૧૯માં, ગુજરાતના જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને ૧૯૯૦માં પ્રભુદાસ માધવજી વૈષ્ણનીના કસ્ટોડિયલ ડેથ માટે દોષી ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી હતી.

તેણે નિષ્ણાત તબીબના પુરાવા રજૂ કરવા ટ્રાયલ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. તેમની દલીલને સમર્થન આપવા માટે કે, પ્રભુદાસનું મૃત્યુ કથિત ઉઠક-બેઠકને કારણે થયું ન હતું, તેમને પોલીસ દ્વારા તેવું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. નીચલી કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

ભટ્ટે ઓગસ્ટ ૨૦૨૨માં ૩૦ વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજાને સસ્પેન્ડ કરવા માટે સર્વોચ્ચ અદાલતમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી. હાઈકોર્ટે અગાઉ ભટ્ટની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે, તેઓ અદાલતો માટે બહુ માન ધરાવતા નથી અને તેમણે જાણીજાેઈને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જૂન ૨૦૧૯માં આ કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ કેસ પ્રભુદાસ વૈષ્ણાનીના કસ્ટોડિયલ ડેથ સાથે સંબંધિત છે, જેઓ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના પગલે કોમી રમખાણો બાદ જામનગર પોલીસે ધરપકડ કરેલા ૧૩૩ લોકોમાંના એક હતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.