Western Times News

Gujarati News

મુંબઇ જેવા હુમલાને નિષ્ફળ કરવા પૂર્ણરીતે સુસજ્જ છીએ

શહેરી ત્રાસવાદનો સામનો કરવા માટે પોલીસ જવાનોને ખાસ રીતે ટ્રેનિંગ આપીને શ્રેષ્ઠ બનાવવામાં આવી ચુક્યા
નવીદિલ્હી,  મુંબઇના પોલીસ કમીશનર સંજય બર્વેએ મુંબઇ ત્રાસવાદી હુમલાની ૧૧મી વરસીએ સામાન્ય લોકોને ખાતરી આપતા કહ્યુ છે કે શહેર પોલીસ મુંબઇ જેવા હુમલાને નિષ્ફળ બનાવવા અને આવા હુમલાઓનો સામનો કરવા માટે સંપૂર્ણ પણે સજ્જ છે.

પોલીસ જવાનોને હવે શહેરી ત્રાસવાદની સામે લડવા માટે ખાસ પ્રકારની ટ્રનિંગ આપવામાં આવી ચુકી છે. જેથી મુંબઇ પોલીસ ફોર્સને દુનિયાની સૌથી શક્તિશાળી ફોર્સ બનાવી દેવામાં આવી છે.

ભીષણ ત્રાસવાદી હુમલાની વરસી પહેલા એક કાર્યક્રમમાં તેમને આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે મુંબઇની શેરીઓ અને અન્ય જમીનની સંપત્તિ પર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

મોટા સ્થળો પર ખાસ ટ્રેનિગં મેળવી ચુકેલા કમાન્ડો અને આધુનિક હથિયારોની સાથે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે મુંબઇ અને મહારાષ્ટ્રમાં રહેતા લોકોની પ્રશંસા કરી હતી અને કહ્યુ હતુ કે લોકો હવે મુંબઇ પોલીસ ફોર્સની આંખ અને કાન તરીકે કામ કરે છે.

પોલીસને લોકો સહકાર આપી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે શહેરી લોકોને સુરક્ષિત રાખવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ અને અમારા જવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. ભવિષ્યમાં મુંબઇ અને અહીંના લોકો ક્યારેય પણ અગાઉના હુમલા જેવી સ્થિતીનો સામનો ન કરે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે ત્રાસવાદ તમામ સમસ્યાની જડ તરીકે છે.

ત્રાસવાદની સામે લડવા માટે તમામ લોકોને સાથે આવવાની જરૂર છે. જાગૃતિ રાખવાની પણ જરૂર છે. સાથે સાથે પોલીસ ફોર્સને સહકાર આપવાની પણ જરૂર છે. મુંબઇ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ૫૦૦૦ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. દરેક પ્રકારની સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે. થોડાક મહિનામાં મુંબઇમાં સીસીટીવીની ૫૬૦૦ કરી દેવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.