Western Times News

Gujarati News

લાલચ આપી ભેજાબાજોએ દંપતીને ૧.૧૨ કરોડનો ચૂનો લગાવ્યો

રાજકોટ, જામનગરનું એક દંપતી ટિકિટિંગના વ્યવસાયમાં ઘરેથી કામ કરીને સરળતાથી રુપિયા કમાવવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યું હતું. ઓનલાઈન ફ્રોડમાં દંપતીએ કુલ રુપિયા ૧.૧૨ કરોડ રુપિયા ગુમાવ્યા હતા.

જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, છેતરપિંડીનો ભોગ બનેલા દંપતીને ટેલીગ્રામ પર એક મેસેજ આવ્યો હતો અને એમાં લખ્યું હતું કે, તમે તમારા ઘરે બેઠાં આરામથી કમાણી કરી શકો છો, તમારે માત્ર ફિલ્મોને રેટિંગ આપવાનું છે.

આ મેસેજમાં એવો પણ વાયદો કરવામાં આવ્યો હતો કે, આ કામ કરીને તમે રોજના રુપિયા ૨૫૦૦-૫૦૦૦ કમાઈ શકો છે. એ પછી દંપતીએ મેસેજ મોકલનારોનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમને એક ફેક વેબસાઈટ પર સાઈન કરવાનું અને પાસવર્ડ નાખવાનું કહેવામાં આવ્યું હતું.

બાદમાં તેમને એક ટેલીગ્રામ ગ્રૂપમાં પણ એડ કરવામાં આવ્યા હતા. દંપતીને એ સાબિત કરવા માટે પહેલાં એક ટિકિટ ખરીદવાનું કહેવામાં આવ્યું હતું કે તેને રેટિંગ આપતા પહેલાં આ ફિલ્મ જાેઈ છે. આ મામલે વેબસાઈટ પર લોગ ઈન કર્યા બાદ દંપતીએ ૨૮ ફિલ્મો માટે એક જથ્થાબંધ ટિકિટો ખરીદવી પડી હતી, જેમાં હોલીવુડ, બોલીવુડ અને સાઉથ ઈન્ડિયનની હિન્દી ડબ ફિલ્મો સામેલ હતી.

ત્યારપછી દરેક મૂવીને રેટિંગ આપ્યા બાદ તેઓને પૈસા મળવાના હતા. ફિલ્મના રેટિંગ માટેનું કમિશન રુપિયા ૨૫૦૦થી ૫૦૦૦ની વચ્ચેનું હતું. હિન્દી, અંગ્રેજી અને દક્ષિણ ભારતની ફિલ્મો માટે કમિશન અલગ અલગ હતું.

પોલીસના જણાવ્યા મુજબ, આ દંપતી ભણેલુ ગણેલું છે અને ફરિયાદની પત્નીનું અંગ્રેજીની ભાષા પર સારુ એવું પ્રભુત્વ છે. આ દંપતી પણ ઘરેથી કામ કરતી વખતે સારી એવી કમાણી કરી શકે એવી કોઈ નોકરી શોધી રહ્યું હતું.

જેથી તેમને પણ આમાં રસ પડ્યો અને મૂવી રેટિંગ વ્યવસાય માટે ઓનલાઈન રિસર્ચ કર્યું, તો તેમને સાચુ લાગ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ટિકિટનું પહેલું બંચ ખરીદવા માટે ભેજાબાજાેએ પીડિતોનો વિશ્વાસ જીતવા માટે રુપિયા ૧૦ હજારની કૂપનો મોકલી હતી.

એ પછી કમિશન સહિતની કુલ ૯૯ હજાર રુપિયા થોડા સમય બાદ તેમના ખાતામાં જમા કર્યા હતા. વિશ્વાસ આપ્યા બાદ પીડિતોએ રેટિંગ આપવા માટે ટિકિટ ખરીદવાનું શરુ કર્યુ હતુ અને રુપિયા ૫ લાખ સુધી રકમ પહોંચી હતી. જ્યારે દંપતી આ રુપિયા ઉપાડવા માટે ગયા ત્યારે વધુ કમાણી માટે એટલી જ રકમની ટિકિટ ખરીદવાનું કહેવામાં આવ્યું હતું.

આમ, મહિલા પોતાના જ રુપિયા પાછા મેળવવાના ચક્કરમાં એક ટ્રેપમાં ફસાઈ ગઈ હતી. આ પ્રક્રિયામાં તેણે ટિકિટ ખરીદવામાં કુલ રુપિયા ૪૦ લાખનું રોકાણ કર્યું હતું. જ્યારે મહિલાએ રુપિયા ૪૦ લાખ ઉપાડવા માટે પ્રયાસ કર્યો તો ભેજાબાજાેએ તેમને પહેલાં સરચાર્જ ચૂકવવાનું કહ્યું, કારણ તે એક મોટી રકમ હતી. આ સમયે ચૂકવણીની રકમ લગભગ ૭૦ લાખ રુપિયાએ પહોંચી હતી, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.