Western Times News

Gujarati News

ત્રણ દીકરાની મમ્મી સેલિના જેટલીને ટિ્‌વટર પર મળ્યું મેરેજ પ્રપોઝલ

મુંબઈ, સેલિના જેટલી, જેણે હોટેલિયર પીટર હાગ સાથે લગ્ન કર્યા છે અને ત્રણ બાળકોની માતા છે, તેને હાલમાં ટિ્‌વટર યૂઝર તરફથી એક મેરેજ પ્રપોઝલ મળ્યું હતું. તેને રિપ્લાય આપતાં એક્ટ્રેસે જે કહ્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

૬ એપ્રિલે ટિ્‌વટર યૂઝરે તેને તેની સાથે લગ્ન કરવા પૂછ્યું હતું તેમજ તે ઘર જમાઈ બનવા માટે પણ તૈયાર હોવાનું કહ્યું હતું. તેણે લખ્યું હતું ‘સેલિના જેટલી, ખૂબ શુભેચ્છાઓ. મારી હેલ્થ સારી નથી. મારી પાસે કોઈ કાળજી રાખે તેવું પણ નથી.

મારી હેલ્થ વધારે ખરાબ થઈ ગઈ છે. તેથી જલ્દીથી જલ્દી તું મને તારી સાથે લઈ જા અને વહેલામાં વહેલી તકે મારી સાથે લગ્ન કરી લેય મારું જીવન અને હેલ્થ બચાવવા માટે હું ઘર જમાઈ બનવા માટે તૈયાર છું. જવાબ જરૂરથી આપજે. આદર, કોલકાતાથી મગનલાલ વોરા.

જવાબ આપતાં સેલિના જેટલીએ લખ્યું હતું ‘હું મારા પતિ અને ત્રણ બાળકોને પૂછીશ અને જવાબ આપીશ’. એક્ટ્રેસના ફોલોઅર્સ તરફથી જ રિએક્શન આપવા લાગ્યા હતા. મોટાભાગનાએ લાફ્ટર ઈમોજી ડ્રોપ કર્યા હતા તો એક ફોલોઅરે લખ્યું હતું ન્ર્ઙ્મ અમૂલ્ય જવાબ’.

એક ફોલોઅરે લખ્યું હતું ‘જવાબ વાંચીને હું મારું હસવાનું રોકી શકતી નથી’, તો એકે લખ્યું હતું ‘વાહ શું જવાબ આપ્યો છે’. આ સિવાય એક ફેને લખ્યું હતું ‘ટ્‌વીટ કરનારની ઉંમર ૬૦ વર્ષ છે, પરંતુ તેનો કોન્ફિડન્સ તો જુઓ… અને તારો જવાબ તો બધાથી ઉપર છે’.

એકે મજાક કરતાં લખ્યું હતું ‘તો શું તારા પતિ અને બાળકો માની જશે?’ એક યૂઝરે લખ્યું હતું ‘તારો જવાબ વાંચીને તો તેની હેલ્થ વધારે ખરાબ થઈ જશે.

સેલિના જેટલી, જે નો એન્ટ્રી, અપના સપના મની મની, જવાની દિવાની અને થેન્ક્યુ જેવી ફિલ્મોનો ભાગ હતી, તે પિટર સાથે લગ્ન કર્યા બાદથી લાઈમલાઈટથી દૂર છે. કપલ ત્રણ બાળકોના માતા-પિતા છે, તેને ૧૧ વર્ષના ટિ્‌વન્સ દીકરા વિન્સ્ટન અને વિરાજ છે જ્યારે નાનો દીકરો અર્થુર પાંચ વર્ષનો છે. અર્થુર પણ તેના જાેડિયા ભાઈ શમશેર સાથે જન્મ્યો હતો, પરંતુ જન્મ બાદ તરત જ તેનું મોત થયું હતું.

સેલિના જેટલીએ કહ્યું હતું કે, તે બોલિવુડમાં વધુ ફિલ્મો કરવા માગે છે પરંતુ સારી સ્ક્રિપ્ટની કમી છે. ‘ઈશ્યૂ એ જ છે કે, સીઝન્સ ગ્રીટિંગ્સ- એ ટ્રિબ્યૂટ ટુ ઋતુપર્ણો ઘોષની જેમ ત્યાં સારી સ્ક્રિપ્ટની કમી છે. મોટાભાગની સ્ક્રિપ્ટમાં ક્રાઈમ અને હિંસા હોય છે.

હું લોકોને હસાવવા માગુ છું. અથવા તેવી લવસ્ટોરીમાં કામ કરવા માગું છું જે હંમેશા લોકોને યાદ રહે. મારી સાથે ન્યાય કરી શકે તેવી સ્ક્રિપ્ટ મળશે તેવી મને આશા છે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.