Western Times News

Gujarati News

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ટીબી પેશન્ટ પ્રોવાઇડર એન્ડ કોમ્યુનીટી મીટીંગ યોજાઇ

સમાજમાંથી ટીબી નિર્મુલન માટે સક્રિય લોક ભાગીદારી થાય તે હેતુથી તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, જિલ્લા ક્ષય કેન્દ્ર, અમદાવાદ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા/કરકથલના સંયુક્ત ઉપક્રમે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ટીબી પેશન્ટ પ્રોવાઇડર એન્ડ કોમ્યુનીટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પ્રા.આ.કેન્દ્ર કરકથલ અને ગોરૈયાના ટીબીના દર્દીઓ તથા પેશન્ટ પ્રોવાઇડર ઉપસ્થિત રહ્યા હતા.

ટીબીના દર્દીઓને પ્રોટીન પાવડર, મલ્ટી વિટામીન્સ અને પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો હતો. જીલ્લા ક્ષય અધિકારી ડૉ.દિક્ષીત કાપડીયા દ્વારા ટીબીના લક્ષણો, નિદાન, સારવાર, બચવાના ઉપાયો સહિત ટીબીના રોગ અંગે વિગતવાર માહીતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીલ્લા આરસીએચઓ ડૉ.ગૌતમ નાયક, જીલ્લા ક્ષય અધિકારી ડૉ.દિક્ષીત કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડૉ.સંગીતા પટણી, ટીબી સુપરવાઇઝર પ્રકાશ પટેલ, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, ગૌરીબેન મકવાણા, જયેશ દસાડીયા સહિત ટીબીના દર્દીઓ, પેશન્ટ પ્રોવાઇડરો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામના ગોપાલ જ્વેલર્સના ગીરધારી શર્માએ જન્મ દિવસની ટીબીના દર્દીઓ અને પેશન્ટ પ્રોવાઇડરો સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી અને પોષણયુક્ત આહાર આપ્યો હતો.

જીલ્લા ક્ષય અધિકારી ડૉ.દિક્ષીત કાપડીયાએ જણાવ્યુ હતુ કે, સતત બે અઠવાડિયા કરતા વધુ સમયની ખાંસી, શરીરમાં ઝીણો તાવ રહે,  ભુખ ઓછી લાગવી, શરીરના વજનમાં ઘટાડો થાય, ગળફામાં ક્યારેક લોહી પડે, છાતીમાં દુખાવો થાય, શ્વાસની તકલીફ થાય તો ટીબી હોઇ શકે છે.

જેથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવી જોઇએ. ટીબી રોગના દર્દીના ગળફા કે શ્વાસોશ્વાસ દ્વારા ટીબીના રોગના જીંવાણુઓ હવામાં ફેલાય છે અને આ દુષીત હવા શ્વાસમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તીને ટીબીનો ચેપ લાગી શકે છે. સતત બે અઠવાડીયા કરતા વધુ સમયથી ખાંસી આવતી હોય તેવા વ્યક્તીને ટીબી હોઇ શકે છે, “આવો સૌ સાથે મળને આપણાં અમદાવાદ જિલ્લાને ટીબી મુક્ત બનાવીએ” ટીબીનું નિદાન અને સારવાર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જો નિયમિત અને સંપૂર્ણ સારવાર લેવામાં આવે તો હઠીલો ટીબી ચોક્કસ પણે મટી શકે છે. સરકારશ્રી દ્વારા ટીબીના તમામ દર્દીઓને પોષણ યુક્ત આહાર મળી રહે તે હેતુ થી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી દર મહિને રૂ.૫૦૦ મળવા પાત્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.