Western Times News

Gujarati News

એર ઇન્ડિયાએ ERP સિસ્ટમનું ક્લાઉડમાં માઇગ્રેશન કર્યું

પ્રતિકાત્મક

ભારતની અગ્રણી એરલાઇને ઓન-પ્રિમાઇસ લીગસી મેઇનફ્રેઇમ સિસ્ટમનું SAP ક્લાઉડમાં માઇગ્રેશન કરીને તેનો ERP મોડર્નાઇઝેશન પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂરો કરીને પોતાની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રાનો નક્કર પાયો નાખ્યો

નવી દિલ્હી, ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સ મેમ્બર એર ઇન્ડિયાએ RISE With SAP નો ઉપયોગ કરીને તેનાં કોર એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું સફળતાપૂર્વક માઇગ્રેશન થયું હોવાની જાહેરાત કરી હતી. RISE With SAP એ ટેલર-મેડ ERP સોફ્ટવેર છે,

જે ટ્રાન્સફોર્મેશનલ સર્વિસ, બિઝનેસ એનાલિટિક્સ અને પાર્ટનર એક્સપર્ટાઇઝથી સજ્જ છે અને તે કંપનીઓને તેમનાં પર્સનલાઇઝ્ડ પાથ ક્લાઉડમાં નાખવામાં મદદ કરે છે. એર ઇન્ડિયાનાં વ્યાપક ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સેપની મદદથી માઇગ્રેશન મહત્વનું ઉપકરણ હતું, જે ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સિસ ઉપરાંત કોમર્શિયલ, ઓપરેશન્સ અને એન્જિનિયરીંગ જેવાં મોટાં કામગીરી ક્ષેત્રોમાં આધુનિકીકરણ પર અસર પાડશે.

એર ઇન્ડિયાને તેનાં સંપૂર્ણ આધુનિકીકરણ કાર્યમાં સૌથી મોટો પડકાર એ હતો કે તેની જૂની ઇઆરપી સિસ્ટમ દાયકા જૂનાં મેઇનફ્રેઇમ અને એસોસિએટેડ સોફ્ટવેર પર ચાલતી હતી. આ પ્રકારની મહત્વની સિસ્ટમનું માઇગ્રેશન અને કટઓવર સમાન સિસ્ટમ પર બેક અપ અને રીસ્ટોર ઓપરેશન સાથે હાથ ધરવામાં આવે છે.

વિશ્વમાં ક્યાંય પણ આ સિસ્ટમ ઉપલબ્ધ ન હોવાથી મોટો અવરોધ નડતો હતો. આ પડકારનો સામનો કરવા ટીમ એર ઇન્ડિયાએ ઇનોવેટિવ સોલ્યુશન્સ અને ટેકનિક્સ ઘડવા માટે સેપ સાથે નજીકથી કામ કર્યું અને તેને પરિણામે નિર્ધારિત સમય કરતાં વહેલું સફળ માઇગ્રેશન થઈ શક્યું. આ માઇગ્રેશન એર ઇન્ડિયાની ઇઆરપી સિસ્ટમનું વધુ આધુનિકીકરણ કરવાનો ગ્રૂપની અન્ય એરલાઇનનું એક એન્ટિટિમાં સંયોજન કરવાનો માર્ગ મોકળો કરે છે.

એર ઇન્ડિયાના ચીફ ડિજિટલ અને ટેકનોલોજી ઓફિસર ડો. સત્યા રામાસ્વામીએ જણાવ્યું હતું કે, “ટેકનોલોજીની દ્રષ્ટિએ વિશ્વની સૌથી આધુનિક એરલાઇન બનવાનું એર ઇન્ડિયાનું વિઝન છે. આ માટે અત્યંત વિશ્વાસપાત્ર અને સ્કેલેબલ મોડર્ન ઇઆરપી સિસ્ટમ ધરાવતી મહત્વપૂર્ણ અને નક્કર ક્ષમતા હોવી જોઇએ, જે અમારી કામગીરીની ક્ષમતામાં સુધારો લાવે અને અમને ગ્રાહકોને સુંદર અનુભવ પૂરો પાડવામાં મદદ કરે.

અમે અમારી ઇઆરપી સિસ્ટમને આધુનિક ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માઇગ્રેશન કામગીરીને ટ્રાન્સફોર્મેશન યાત્રામાં મહત્વનાં પગલાં તરીકે ઓળખી કાઢી. અમને નડી રહેલાં પડકારોનો સામનો કરવામાં ઉચ્ચ સ્તરીય સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક માઇગ્રેશન કર્યું તેનો અમને આનંદ છે. આ પરિવર્તન પ્રક્રિયાને સરળતાથી અને નિર્ધારિત સમય કરતાં વહેલી પૂરી કરવા અમારી સાથે કામ કરનાર સેપની ઉત્કૃષ્ટ ટીમનાં અમે આભારી છીએ.”

સેપના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર (ભારતીય ઉપખંડ) કુલમીત બાવાએ જણાવ્યું હતું કે, “ એર ઇન્ડિયા દેશની અત્યંત આઇકોનિક બ્રાન્ડ્સમાંની એક છે અને તેઓ ગર્વભેર ભારતીય હૃદય સાથે વૈશ્વિક ગ્રાહકોને સેવા દ્વારા વિશ્વકક્ષાની એરલાઇન બનવાની દિશામાં નવું પ્રકરણ ઉમેરવા જઈ રહ્યા છે

ત્યારે અમારી લાંબી ભાગીદારીને વધુ ઊંડી બનાવવા બદલ રોમાંચ અનુભવીએ છીએ. સેપની અત્યાધુનિક ક્લાઉડ ટેકનોલોજીની મદદથી એર ઇન્ડિયા તેનાં ગ્રાહકોનો અનુભવ વધારશે, ઇન્ટેલિજન્ટ, સસ્ટેનેબલ એન્ટરપ્રાઇઝ બનશે અને તેની વૃધ્ધિનાં મહત્વનાં પાસા તરીકે લોકોનું પરિવર્તન કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.