Western Times News

Gujarati News

યુવતીને પ્રેમીએ બેવફાઈ દેખાડતા મહિલા ૧૮૧ અભયમની ટીમ યુવતીની વહારે આવી !!

(પ્રતિનિધિ) ગોધરા, દાહોદ જિલ્લા માંથી પ્રેમીના એક સંદેશા સાથે ઘર છોડીને પ્રેમ લગ્ન કરવાના અરમાનો સાથે પંચમહાલના એક બસ સ્ટેશન ઉપર આવેલ આ પ્રેમિકાને ત્રણ વર્ષો સુધી ના પ્રણય ના એ દિવસો યાદ કરીને પોતાની પ્રેમિકાને જીવન સંગીની બનાવવાના બદલે પ્રેમીએ ફોન કોલ્સ દ્વારા એક ઝાટકે હવે મારે અને તારે કોઈ જ સંબંધ નથી

અને હું તને સ્વીકારવાનો પણ નથી ના બેવફા પ્રેમીના આ ઉચ્ચારણો સાથે ડધાઈ ગયેલ આ યુવતીએ હિંમતપૂર્વક ગોધરા સ્થિત ૧૮૧ મહિલા અભ્યમની માગેલ મદદના અંતે અભયમ ટીમ દ્વારા આ યુવતીની હતાશાને કાઉન્સિલિંગ દ્વારા દૂર કરીને જ્યાં સુધી આ યુવતી ને માતા-પિતા પોતાના ઘરે પરત ના લઈ જાય ત્યાં સુધી વનસ્ટોપ સખી મંડળમાં મોકલીને આ કેસમાં મદદરૂપ થવા માટે જણાવ્યું હતું.

આજરોજ પીડિતા દ્વારા ૧૮૧ પર કોલ આવતા જણાવેલું કે એક છોકરા સાથે ત્રણ વર્ષથી રિલેશનમાં હોવાથી આજ રોજે એ છોકરાએ ફોન પર વાતચીત કરતી વખતે પીડિતા ને જણાવેલું કે હું તને લેવા માટે આવું છું તું ગોધરા આવી જા પીડીતા દાહોદ જિલ્લામાંથી પંચમહાલ જિલ્લામાં બસ સ્ટેન્ડમાં આવીને બેઠેલા તે દરમિયાન ના પ્રેમીનો કોલ આવતા હું આઈ ના શકું

અને તારે ને મારે કોઈ સંબંધ નથી આજ પછી તું મને કોલ ના કરતી આપણા બંનેના વચ્ચે જે તે થયું એ બંનેની મરજીથી થયું છે તેવું તેમ ના પ્રેમી એ જણાવતા પ્રેમી નો ફોન સ્વીચ ઓફ કરી નાખેલો પીડીતા એ તે દરમિયાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ગોધરા ટીમની મદદ માગેલી ૧૮૧ ની ટીમ હર સ્થળ પર પહોંચી પીડિતા નું

કાઉન્સિલિંગ કરતા જણાવેલું કે આજે પીડીતા અને પ્રેમી બંને આજરોજ ભાગીને લવ મેરેજ કરવાના હતા તે દરમિયાન તેમના પ્રેમી પીડિતાને ધમકી આપતા અને બંનેની વચ્ચે જે તે શારીરિક સંબંધો હોવાનો કોઈને જાણ ના થાય તે માટે ડરાવીને ધમકાવતા હતા અને દસ મિનિટ પછી તેમના પ્રેમી નો ફોન સ્વીચ ઓફ કરી નાખેલો અને બ્લોક લિસ્ટ માં નાખી દીધેલો.

પીડીતાનું કાઉન્સિલિંગ કરતા તેમને સમજાવેલા કે ત્રણેક વર્ષથી તેમનો પ્રેમી તેમને શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે રાખતો હોવાથી જણાવેલું અને લગ્ન કરવાના છે એવી આશા આપતા વારંવાર ધમકી આપતો પીડિતાને કાઉન્સિલિંગ કરીને સમજાવેલા કે તમે જે પગલું ભર્યું એ તમારી ભૂલ છે.

તમારે ફોન પર વાતચીત થતા કોઈના ઉપર આટલું વિશ્વાસ ના કરાય તે દરમિયાન પીડિતાને તેની ભૂલનો અહેસાસ થતાં તેને માતા પિતા પાસે જવા માટે તૈયાર થતાં ના સમય દરમિયાન આશરો આપવા માટે ૧૮૧ ની ટીમે પીડિતાની પુનઃસ્થાપિત સખીવન સ્ટોપ સેન્ટરમાં કેસ હેન્ડ ઓવર કર્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.