Western Times News

Gujarati News

ર૮મી જૂનથી BCCIની ડોમેસ્ટિક સીઝનનો પ્રારંભ થશે

(એજન્સી)નવીદિલ્હી, બીસીસીઆઈએ આગામી ડોમેસ્ટીક સીઝનના પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. ર૮મી જુને દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટ સાથે ર૦ર૩-ર૪ની સીઝનનો પ્રારંભ થશે. રણજી ટ્રોફી-ર૦ર૪ની પાંચમી જાન્યુઆરીથી રમાશે. છેલ્લી સીઝનમાં સૌરાષ્ટ્રની ટીમે ચેમ્પીયન બની હતી.

તેણે ફાઈનલમાં બંગાળને હરાવીને ટ્રોફી જીતી હતી. દુલીપ ટ્રોફી જીતી હતી. દુલીપ ટ્રોફી છ ઝોનલ ટીમો વચ્ચે રમાશે. ત્યારબાદ દેવધર ટ્રોફી લીસ્ટ-એ ટુર્નામેન્ટ ર૪મી જુલાઈથી ત્રીજી ઓગષ્ટ ઈરાની કપ પહેલીથી પાંચમી ઓકટોબર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેન્સની ટીર૦ નેશનલ ચેમ્ચીયનશીપ ૧૬મી ઓકટોબરથી છઠ્ઠી નવેમ્બ્ર તથા વિજય હઝારે-વનડે ટ્રોફી ર૩મી નવેમ્બરથી ૧પમી ડીસેમ્બર રમાશે.

રણજી ટ્રોફી સીઝનની છેલ્લી ટુનાર્મેન્ટ રહેશે. ઈલીટ ગ્રુપનો લીગ તબકકો પાંચમી જાન્યુઆરીથી ૧૯મી ફેબ્રુઆરી સુધી તથા નોકઆઉટનું આયોજન ર૩મી ફેબ્રુઆરીથી ૧૪મી માર્ચ સુધી રમાશે. આ ટુર્નામેન્ટ ૭૦ દિવસ સુધી રમાશે. પ્લેટ ગ્રુપની લીગ મેચો પાંચમી જાન્યુઆરીથી પાંચમી ફેબ્રુઆરી વચ્ચે અને નોકઆઉટ રાઉન્ડ નવમીથી રરમીને ફેબ્રુઆરી સુધી રમાશે.

ઈલીટ કેટેગરીમાં ચાર ગ્રુપમાં આઠ-આઠ ટીમો રહેશે. પ્રત્યેક ગ્રુપની ટોચની બે ટીમો કવાર્ટર ફાનઈલ માટે કવોલીફાય થશે. પ્લેટ ગ્રપની છમાંથી ચાર ટીમો સેમીફાઈનલમાં રમશે. પ્લેટ ગ્રુપની ફાઈલનંમા પહોચનાર બે ટીમો ર૦ર૪-રપની સીઝનના ઈલીટ ગ્રપમાં સામેલ છે. ૧૯મી ઓકટોબરથી વિમેન્સ સીઝનનો પ્રારંભ થશે સીનીયર વીમેન્સ સીઝનનો પ્રારંભ નેશનલ ટીર૦ ચેમ્પીયનશીપ સાથે થશે જે ૧૯મી ઓકટોબરથી નવમી નવેમ્બર સુધી રમાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.