Western Times News

Gujarati News

મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં કરાશે રજૂ

અમદાવાદ, મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરાશે. કિરણના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે. કિરણ પટેલ ૧૫ એપ્રિલ સુધી રિમાન્ડ પર હતો. બંગલો પચાવી પાડવાના કેસમાં રિમાન્ડ પર હતો. રિમાન્ડ દરમિયાન કિરણ પટેલની પૂછપરછ થઈ હતી. જ્યારે કિરણ સામે અમદાવાદ, બાયડ, જમ્મુ કાશ્મીરમાં પણ અલગ-અલગ કેસ નોંધાયેલા છે. કિરણ પટેલ કેસમાં દરેક પાસા પર તપાસ કરવામાં આવી રહી છે. મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. કિરણ પટેલે ઇવેન્ટ કંપનીને ૩. ૫૧ લાખનો ચૂનો લગાવ્યો છે. કિરણ પટેલે પીએમઓના અધિકારી હોવાની ઓળખ આપી ઠગાઇ આચરી હતી.Cheating case accused Kiran Patel

કાશ્મીર ડેવલપમેન્ટની જવાબદારી પોતાને સોંપાઇ હોવાનું કહી ઠગાઇ કરી હતી. આ ઉપરાંત જી૨૦ સમિટના બેનર હેઠળ હોટલ હયાતમાં ઇવેન્ટનો તેમજ મોટી ઇવેન્ટ અપાવવાના નામે ઠગાઇ કરી છે. ઇવેન્ટનું ભાડું, ફ્લાઇટની ટિકિટના નાણા તથા લલિત હોટલના રૂમનું ભાડું મળી ૩.૫૧ લાખની છેતરપિંડી આચરી છે.

ઇવેન્ટ કંપનીના માલિકે ફરિયાદ નોંધાવી છે. કાશ્મીરમાં શાનથી ફરતો અને પોતે PMOમાં હોવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરતા કિરણ પટેલને અમદાવાદ લવાયો હતો. કિરણ પટેલ સામે ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૩૬ કલાકની મુસાફરી કરીને તેને લઈને અમદાવાદ પહોંચી હતી.

શ્રીનગરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કિરણની કસ્ટડી લઈને ટીમ ગુજરાત આવી પહોંચી હતી. આ અગાઉ કિરણ પટેલની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ૨૨ માર્ચ ૨૦૨૩એ ફરિયાદી જગદીશ ચાવડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં કિરણ પટેલ અને તેના પત્ની માલિની પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના DCP માંડલિકે જણાવ્યું હતું કે, પોતે મોટો અધિકારી હોવાનું જણાવીને અને પોતે રાજકીય વગ ધરાવે છે તેવી ખોટી ઓળખાણ આપીને તથા દેખાવો ઉભો કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે. જે પણ ફરિયાદ કિરણ પટેલ સામે નોંધાઈ છે તેની તપાસ કરીને તેના આધારે તેની સામે અલગ-અલગ ગુનાઓના આધારે ફરિયાદ નોંધવામાં આવશે.

કિરણ પટેલ સામે ૩૬૦ ડિગ્રી તપાસ ચાલુ છે અને તેનું ઈન્ટ્રોગેશન કરવામાં આવશે. જેમાં તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી લઈને તેણે મેળવેલી ડિગ્રી સહિતની તપાસ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.