Western Times News

Gujarati News

ગુજરાતના આ ગામ નજીક બની રહી છે બુલેટ ટ્રેન માટે ટનલ

વલસાડના ઝરોલી ગામના પહાડમાં બુલેટ ટ્રેન માટે બની રહી છે ૩૫૦ મીટર લાંબી ટનલ

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામી રહ્યું છે. કેમ કે, અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં ૩૫૦ મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે. A tunnel for the bullet train is being built near this village in Gujarat

ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. મુંબઇ- અમદાવાદ વચ્ચેના કિલોમીટરના આ ટ્રેન પ્રોજેકટ હેઠળ હાલમાં વલસાડ જિલ્લાના ઝરોલી ગામે પહાડમાં ટનલ બનાવવાનું કાર્ય પુરજાેશમાં ચાલી રહ્યું છે.

ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામી રહ્યું છે. કેમ કે, અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં ૩૫૦ મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે. જે અંગે દ્ગૐજીઇઝ્રન્ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ વલસાડ જિલ્લાના વાપી નજીક ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે પહાડમાં ટનલ બનાવવામાં આવી રહી છે. અંદાજિત ૩૫૦ મીટર લંબાઈની આ ટનલ માટે અત્યાર સુધીમાં ૬૭ મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ઝરોલી ગામ નજીક આવેલા પર્વતમાં બુલેટ ટ્રેન જે ટનલમાંથી પસાર થવાની છે. ત્યાં સુધી ટ્રેન વાયડકટ, પુલ પર આવ્યા બાદ આ બોગદામાંથી પસાર થશે. ૩૫૦ મીટર લાંબી ટનલ બનાવવા અદ્યતન શારડી ધરાવતા વાહનો દ્વારા પહાડની અંદર માટી-પથ્થર તોડવામાં આવી રહ્યા છે.

આ માટે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સ્કીલ્ડ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે આ કામગીરી હાથ ધરાઈ રહી છે.ગુજરાતની આ પ્રથમ ટ્રેન મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ૫૦૮ કિલોમીટર લાંબો રૂટ છે. આ રૂટ પર ટ્રેન તેજગતિથી દોડી શકે તે માટે પીલ્લર ઉભા કરવામાં આવ્યા છે.

તો, રૂટ પર આવતી નદીઓ પર બ્રિજ બનાવવામાં આવ્યા છે. જાે કે પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની આ પ્રથમ ટ્રેન હશે. એ જ રીતે ઝરોલી ગામ પણ એવું પ્રથમ ગામ બન્યું છે. જયાના પહાડમાં બનાવેલ બોગદામાંથી ટ્રેન આરપાર પસાર થશે. પ્રોજેકટ પૂર્ણ થયા બાદ આ નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.