Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રની ભૂમી પર પગ મૂકતાં જ તામિલ વાસીઓએ કર્યા શાષ્ટાંગ પ્રણામ

રાજનાથસિંહ, ભુપેન્દ્રભાઇ પટેલ, તેલંગણા અને પુડુચેરીના રાજયપાલની હાજરી : આજે એકસ્પો, બીચ સ્5ોર્ટસ, લાઇટ-સાઉન્ડ શો : કાલે દેવળીયા સફારી પાર્ક, વિવિધ મંદિરની મુલાકાતો : સાંસ્કૃતિક કાર્યક્રમો

વેરાવળ, સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી તામિલનાડુ જઇને વસેલા હજારો લોકોનો આજથી તા. 30 સુધી સોમનાથમાં સંગમ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં આ ભવ્ય કાર્યક્રમનું ઉદઘાટન આજે સવારે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે થયું છે જેમાં તેલંગણા અને પુડુચેરીના રાજયપાલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઇ બેરા, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, સાંસદ સી.આર.પાટીલ, રાજેશભાઇ ચુડાસમાની હાજરીમાં જાજજરમાન સમારોહ શરૂ થયો છે.

મૂળ તમિલી ઉપરાંત સૌરાષ્ટ્ર તમીલી સહિત 300 લોકોની ઉપસ્થિતિમાં થયેલા આ કાર્યક્રમમાં સોમનાથમાં ઓડીટોરીયમ ખાતે સવારે 11.30 થી 12.30 સૌરાષ્ટ્ર તમિલ જોડાણો અને ઈતિહાસ પર ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન યોજાશે.

જે પછી ફૂડ કોર્ટ લન્ચ બાદ 2.30 થી 3.30 વિવિધ થીમ પર સેમીનાર, 3.30 થી 4.30 અમૃત મોલમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્સ્પો, સાંજે 5 થી 7 બીચ ખાતે સ્પોર્ટસ એક્ટીવીટી, સાંજે 7 થી 7.30 સોમનાથ મંદિરમાં સંધ્યા આરતી, રાત્રે 8 થી 8.35 લાઈટ એન્ડ સાઉન્ડ શો અને 8.35 થી 9.10 વાગ્યા સુધી ડ્રોન યોજાશે.

તા.18ના સવારે 6 થી 7.30- વેરાવળથી દેવળિયા, 7.30 થી 9.30 સફરી પાર્ક, 11.30 થી 12.30 ઓડીટોરીયમમાં એજ્યુકેશન એક્સ્પો, 2.30 થી 3.30 ઓડીટોરીયમમાં નેતાઓ સાથે વાર્તાલાપ, 3.30 થી 4.30 મલ્ટીપર્પઝ હોલમાં કઠપૂતળીનો શો, 5 થી 7.30 સોમનાથ મંદિર દર્શન,

જૂનું સોમનાથ મંદિર, પ્રભાસ પાટણ મ્યુઝીયમ, લક્ષ્મીનારાયણ મંદિર, રામમંદિર, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, બલરામજી ગૂફ, ગૌલોક ધામ, વલ્લભાચાર્યજીની હવેલી, હિંગળાજ માતા અને પાંચ પાંડવની ગૂફ, પૌરાણિક સૂર્ય મંદિર, ભાલકા તીર્થ સહિતની મુલાકાત લેશે. જે બાદ રાત્રે 8 થી 9.30 મુખ્ય સ્ટેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી આજે સોમનાથ જિલ્લાના પ્રવાસે મુખ્યમંત્રી શ્રી સોમનાથ મંદિરે દર્શન કરી સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં સૌરાષ્ટ્રીયન તમિલોને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમારોહ થકી એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાકાર થઈ રહી છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી ગુજરાત અને તમિલનાડુ રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન તા.17 થી 30 એપ્રિલ સુધી કરાયું છે.આ દરમિયાન બીચ સ્પોર્ટ્સ, હસ્તકલા જેવા કાર્યક્રમો સહિત સોમનાથમાં ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને તેલંગાણા તેમજ પૂડુચેરીના ગવર્નર શ્રીમતી તમિલીસાઈ સોંદરરાજન, આરોગ્ય-પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમ સાથે યોજવામાં આવી રહેલા આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં મદુરાઈથી વિશેષ ટ્રેન દ્વારા તમિલ બાંધવો વેરાવળ આવી પહોંચતા તેમનું ઢોલ-શરણાઈ સાથે ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું છે. સોમનાથ મહાદેવના દર્શન કરશે અને પ્રભાસ ભૂમીમાં રહેલા વિવિધ પાવન તીર્થના દર્શન કરશે તેમજ દેવળિયા સફારીની પણ મુલાકાત કરશે.

આ કાર્યક્રમ નિમિત્તે સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ, હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટ, ડ્રોન શો સહિત વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ હેઠળ સાંસ્કૃતિક વિવિધતાઓને એકતાના સૂત્રમાં બાંધવાનું જે સ્વર્ણિમ કાર્ય આદર્યું છે,

તેના ફળસ્વરૂપ બે વિભિન્નતાથી ભરેલી સંસ્કૃતિઓ એક નેજા હેઠળ ભાઈચારાના પાઠને તથા વિવિધતામાં રહેલી એકતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, આ સુંદર કાર્યનો પૂર્ણ શ્રેય “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રધાર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફાળે જાય છે, જેની દીર્ઘદ્રષ્ટિના કારણે આ શક્ય બન્યું છે.

‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ નો શુભારંભ આજે સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને દેશના રક્ષામંત્રી રાજનાથસિંહની વિશેષ ઉપસ્થિતિમાં થયો છે. 30 એપ્રિલ સુધી ચાલનાર ’સૌરાષ્ટ્ર – તમિલ સંગમ’ માં તામિલનાડુથી આશરે 3000 થી 5000 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્રની મુલાકાત લેશે અને આ રંગારંગ ઉજવણીનો ભાગ બનશે. એક એવો સવાલ છે કે કાર્યક્રમ માટે સોમનાથ મંદિરની પસંદગી જ શા માટે કરવામાં આવી? તો, પ્રખર શિવ ઉપાસકો તરીકે દર વર્ષે હજારો તમિલ લોકો ભારતના સૌથી જૂના જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દર્શને આવે છે અને આ જ કારણ છે કે સૌરાષ્ટ્ર – તમિલ સંગમ માટે સ્થળ તરીકે સોમનાથને પસંદ કરવામાં આવ્યું છે.

ભારત હંમેશા પારસ્પરિક જોડાણને વધુ મજબૂત કરવામાં માને છે અને ભારતીય સંસ્કૃતિ તો વિવિધતાથી પરિપૂર્ણ છે. ભલે આપણે કોઈપણ ભાષા બોલીએ, કોઈપણ પોશાક પહેરીએ પરંતુ આપણું હૃદય ભારતીયતાના એકસૂત્રથી બંધાયેલું છે. વિવિધતામાં એકતા જ આપણી સાચી અને અનન્ય ઓળખ છે. આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ માત્ર સાંસ્કૃતિક બંધન જ નહીં પરંતુ કલા, વ્યંજન, કારીગરો, શિક્ષણ, સાહિત્ય અને રમતગમતની પ્રવૃત્તિઓના સંગમને પણ સુદ્રઢ કરશે. પ્રધાનમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ અને મક્કમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર તામિલનાડુના ભાઈ-બહેનોને આવકારવા ઉત્સાહિત છે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર – તમિલ જોડાણને વધુ મજબૂત બનાવશે અને ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.