Western Times News

Gujarati News

સુરક્ષાના કારણોનો હવાલો આપી આ દેશે પાકિસ્તાનમાં દૂતાવાસ બંધ કર્યું

Files Photo

સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાના સંબંધમાં આ નિર્ણય લેવાયો હોવાનો મત

ઈસ્લામાબાદ, યુરોપીયન દેશ સ્વીડને પાકિસ્તાનમાંપોતાના દુતાવાસને અનિશ્ચિતકાળ માટે બંધ કરી દીધું છે. સ્વીડન સંકટગ્રસ્ત દેશોની રાજધાનીથી વર્તમાન સુરક્ષા સ્થિતીને કારણે આ નિર્ણય લીધો છે. Citing security reasons, the country closed its embassy in Pakistan

દુતાવાસે ખતરાની પ્રકૃતિ વિશે તો વિસ્તારપૂર્વક કઈ જણાવ્યું નથી પરંતુ સરકાર અને સુપ્રીમ કોર્ટે વચ્ચે વધી રહેલી તંગદીલી વચ્ચે પાકિસ્તાનની રાજકીય સ્થિતી સતત ખરાબ થઈ રહી છે.

સ્વિડીશ દુતાવાસની વેબસાઈટ પર એક નોટીસમાં કહેવાયુછે કે, ઈસ્લામાબાદમાં રહેલી વર્તમાન સુરક્ષા સ્થિતીને જાેતા સ્વીડનનું દુતાવાસ આંગતુકો માટે બંધ કરાયું છે. માઈગ્રેશન સેકશન હાલ કોઈપણ પ્રકારની વિનંતીઓને નિયંત્રીત કરવામાં સક્ષમ નથી.

તેમાં કહેવાયું છે. કે સાથે જ અમે અમારા વાણીજય દુત ગગેરી એસ અથવા તમારા ઘરના સરનામે એક કોઈ દસ્તાવેજાે મોકલી શકતા નથી. અમે સમજીએ છીએ કે આને કારણે અસુવિધા થશે, પરંતુ અરજદારો અને કર્મચારીઓના સભ્યોથી સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમીકતા છે. નોટીસમાં સાથે જ આમ પણ કહેવાયું છે.

કે મિશનને ફરીવાર ખોલવાના સંબંધમાં કોઈ સવાલનો જવાબ હાલ નહી આપી શકાય. ઘણાં લોકોનું માનવું છેકે આ નિર્ણય સ્વીડનના કુરાનને સળગાવવાની તાજેતરની ઘટનાને ધ્યાનમાં લેતા લેવામાં આવ્યો છે.

કુરાન સળગાવવાની ઘટનાનો વિશ્વભરના મુસ્લીમ સમાજે અને મુસ્લીમ દેશોએ આકરો વિરોધ કર્યો હતો. દુતાવાસ બંધ થવાને કારણે પ્રવાસી પાકિસ્તાનીઓ અને વિધાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જે વિધાર્થીઓએ ઓગષ્ટના અંંતિમ સપ્તાહમાં શરૂ થતા નવા શૈક્ષણીક સત્ર માટે પોતાનું નામાંકન કરાવ્યું છે તેઓ પોતાની ફી પણ ચુકવી રહયા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.