Western Times News

Gujarati News

૧ વર્ષ પહેલા લોકાર્પણ થયેલી L D ઈજનેરી હોસ્ટેલમાં પ્રાથમીક સુવિધાના પ્રશ્નો ઉઠયા

પ્રતિકાત્મક

એલ.ડી.ઈજનેરી કોલેજની હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એલ.ડી. એન્જીનીયરીગ કોલેજમાં આવેલી અને જેનું માત્ર એક વર્ષ પહેલા જ લોકાર્પ્ણ કરવામાં આવ્યું છે તે હોસ્ટેલમાં વિધાર્થીઓને શુદ્ધ પીવાના પાણી માટે પણ વલખા મારશવવા પડતા હોવાની વિગતો જાણવા મળી છે. LD Engineering college hostel

૬ માળની ૬૦૦ વિધાર્થીનોે ક્ષમતા ધરાવતી આ હોસ્ટેલમાં માત્ર એ કજ માળ પર વોટર કુલર અને આરઓ સીસ્ટમ ચાલે છે. અન્ય તમામ માળ પર બંધ હોવાના વિધાર્થીઓને આક્ષેપ કર્યા છે. આ અંગે વોર્ડનને રજુઆત કરતા એવા જવાબો મળી રહયાં છે. કે, તમે પાણી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી લાવો પછી નકકી કરીશું કે રીપેર કરાવાની જરૂરૂ છે કે કેમ ? આ અંગે વોર્ડનનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ થઈ શકયો નહતો.

એલ.ડી. એન્જીનીયરીગ કોલેજમાં ગત એપ્રિલ-ર૦રરમાં તત્કાલીન શિક્ષણમંત્રીએ રૂ.૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલી હોસ્ટેલનુેં લોકાર્પ્ણપ કર્યું હતું. આ હોસ્ટેલની ખખડધજ હાલત અંગે હોસ્પીટલમાં રહેતા વિધાર્થીઓને નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, અમારી આ ૬ માળની હોસ્ટેલમાં અંદાજે ૬૦૦ વિધાર્થી રહે શકે તેવી વ્યવસ્થા છે.

દરેક માળ પર પીવાના પાણી માટે એક વોટર કુલર અને આરઓ સીસ્ટમ લગાવેલી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી માત્ર પ્રથમમાળ સિવાય અન્ય એકપણ માળ પર આ સીસ્ટમ કામ કરતી નથી. જેથી વિધાર્થીઓન પ્રદુષીત પાણી પીવા માટે મજબુર બની રહયાં છે.

આ ઉપરાંત સમયસર સેનેીટેશન પણ થતું નથી. આ અંગે અમે વોર્ડન સરને અનેક વખત રજુઆત કરવા છતાં તેઓ અમારી રજુઆતને ધ્યાને લે.તા નથી. છેલ્લે તો એમણે એવા પણ જવાબો આપ્યાં હતાં કે, તમે પાણી બોટલમાં ભરીને લેબોરેટરીમાં લઈ આવે છે તે જને જણાવજાે.

એ પછી રીપેર કરવાની જરૂર લાગશે કે પછી રીપેર કરવાની જરૂર લાગશે તો કરાવીશું મહત્વનું છે કે કોલેજના ત્રણ અધ્યાપકોને જ વોર્ડન તરીકેની જવાબદારી સોપવામાં આવેલી હોવાથી તેમના અભ્યાસની નુકશાનીના ડરે વિધાર્થીઓ ખુલીને વિરોધ કરી શકતાં નથી. પરંતુ એક સાથે આગામી દિવસોમાં આ જ પરીસ્થિતી રહેશે તો વિધાર્થીઓ મોટું આંદોલન કરે તો નવાઈ નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.