Western Times News

Gujarati News

એકાએક પનોલીની મેઘમણી ઓર્ગેનિક્સમાં ધુમાડા સાથે આગ ભભૂકી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પાનોલી જીઆઈડીસીમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક્સ કંપનીમાં રવિવારે બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઈ હતી. Suddenly Panoli’s Meghmani Organics burst into flames with smoke

પીગમેન્ટ્‌સ બનાવતી પાનોલીની મેઘમણી ઓર્ગેનિક્સ કંપનીમાં રવિવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી.જે વેળા અચાનક લીલા ધુમાડાએ દેખા દીધી હતી. જેના પગલે ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારના રોજ પાનોલી જીઆઈડીસીમાં આવેલી મેઘમણી કંપનીમાં આગ લાગી હતી. જે બાદ લીલા ધુમાડાના ગોટે ગોટા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ સાથે જીઆઈડીસી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઘટનાની જાણ પાનોલી તેમજ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા પાનોલી જીઆઈડીસી સાયરનોથી ગુંજી ઉઠી હતી. પીગમેન્ટ્‌સના કારણે આકાશમાં લીલા ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ફાયર ફાયટરોએ દોડી આવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથધર્યા છે.

પ્રાથમિક વિગતો મુજબ આગની ઘટનામાં હજી સુધી કોઈ જાનમાલની નુકશાનના અહેવાલો બહાર આવ્યા નથી. સાથે જ આગ લાગવાનું કારણ પણ બહાર આવ્યું નથી.હાલ તો પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.