Western Times News

Gujarati News

સાણંદના લંબેનારાયણ આશ્રમમાં સંસ્કૃત પાઠશાળા સ્થપાશે

LEAD helps small town students score big in CBSE Class 10 exams.

ગિરીબાપુની શિવકથાના સાતમા દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટયા

(એજન્સી)સાણંદ, અમદાવાદ રિંગરોડ પરના શાંતીપુરા પાસે આવેલા લંબેનારાયણ આશ્રમમાં યજ્ઞશાળા, સંતનિવાસ, હોસ્પિટલ, કોલેજ, ભોજનાલય, સત્સંગય હોલ યાત્રીક ભવન બગીચો તેમજ સંસ્કૃત પાઠશાળા શરૂ કરવાના સંકલપો માટે શરૂ કરાયેલી શિવ કથાના સાતમાં દિવસે આજે સંસ્કૃત પાઠશાળા શરૂ કરવા માટે ઈષ્ટીકાપુજન કરાયું હતું. શિવકથાના આજે આઠમાં દિવસ લઘુરૂદ્ર યજ્ઞ તેમજ સંતભંડારો યોજાશે. Sansand’s Lambenarayan Ashram will establish a Sanskrit school

સાણંદ રોડ પર આવેલા તેમજ શાંતીપુરા રિંગરોડ પાસેના લંબેનારાયણ આશ્રમની વિશાળ જગ્યામાં લોકઉપયોગી સેવા કેન્દ્રો શરૂ કરવા માટે આશ્રમના મહંત વિશ્વેરીભારતીજી તેમજ મહામંડલેશ્વર ઋત્ષીભારતીય વેદાંતાચાર્ય ગોલ્ડમેડાલીસ્ટ દ્વારા ગીરીબાપુની નવ દિવસની શિવકથા બેસાડાઈ છે.

આશ્રમની વિશાળ જગ્યામાં યજ્ઞશાળા, સંતનિવાસ, હોસ્પિટલ, કોલેજ ભોજનાલય, સત્સંગ હોલ, યાત્રીક ભવન બગીચો તેમજ સંસ્કૃત પાઠશાળા શરૂ કરવાના સંકલ્પો કરાયા છે. ત્યારે શિવકથાના સાતમા દિવસે કથાના મુખ્ય યજમાન જીતુભા વાઘેલા કાણેટીી પરીવાર તેમજ તેમના પૌત્રી કામાક્ષીબાના હસ્તે અહી સ્થાપનાકરી સંસ્કૃત પાઠશાળાનું સંતોની હાજરીમાં ઈષ્ટિકાપુજન કરવામાં આવ્યું હતું.

તેમજ આગામી દિવસોમાં આશ્રમના વિવિધ સંકલ્પો સાકાર થાય તે માટે ઋષીભારતીજીએ દાતાઓને સહયોગ માંગ્યો હતો. આજે ગીરીબાપુની કથાના સાતમાં દિવસે રામનાથબાપુ બાવળીયારી,સંજયનાથ બાપુ સહીીતના સંતો પધાર્યા હતા. તેમજ ડે.મેયર ગીતાબેન પટેલે હિતેષ બારોટ, ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા, એ.ડી.જી. મનોજ અગ્રવાલ સહીતના મહાનુભાવોએ કથાનું રસપાન કર્યું હતું.

કથાકાર ગીરીબાપુ દ્વારા ભાવવાહી શૈલીમાં શિવમહાત્મય વર્ણાવવામાં આવ્યું હુતં. આજે શિવકથાના આઠમા દીવસે અહી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ તેમજ સંતભંડારો યોજાશે. સોમવારે મોડી રાત સુધી ચાલેલા ડાયરામાં દાતાઓને નોટોનો વરસાદ વરસાવ્યો હતો. ૧૯મીએ કથાનું સમાપન થનાર છે. ત્યારે બાકીના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ શિવકથાનું રસપાન કરવા ઉમટી પડયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.