Western Times News

Gujarati News

નેઈલ પોલિશ ડ્રાયર્સનો વધુ પડતો ઉપયોગ કરવાથી કેન્સર થવાનું જાેખમઃ અભ્યાસ

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોનો ચોકાવનારો ખુલાસો

(એજન્સી) દિબ્રૂગઢ, છાશવવારે નેઈલપોલીસ બદલવાની શોખીન મહીલાઓનો ચિંતા કરાવે છે. તેવા એક અભ્યાસ અનુસાર જેલ મેનીકયોર્સમાં ઉપયોગમાં લેવાતા અલ્ટ્રાવાયોલેટ પોલીસ ડ્રાઈગ ઉપકણોથી કેન્સર થવાનું જાેખમ રહેલું છે.

અમેરીકાના શાન ડીએગો સ્થિત યુનિવસીટી ઓફ કેલીફોર્નીયા દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાવ્યાં અનુસાર બ્યુટી સલૂનમાં નેઈલપોલીીશ સુકવવા માટે ઉપયોગમાં લેવાતા અલ્ટ્રાવાયોલેટ લાઈટ એમીટીગ ઉપકરણોથી માનવ શરીરમાં રહેલા કોષોને મળતું પોષણ બંધ થઈ જાય છે. અને છેવટે કોષો નાશ પામે છે. Cancer risk from excessive use of nail polish dryers: study

આ અભ્યાસના સહલેખક અને કેલીફોનિર્યા યુનિવસટીના પ્રોફેસર લુડમીલ એલેન્કડ્રોવના જણાવ્યા અનુસાર આ ઉપકરણો સુરક્ષીત હોવાના દાવા સાથે લોકો સમક્ષ રજુ કરાય છે. પરંતુ સામે જાણીએ છીએ ત્યાં સુધી કોઈએ આ ઉપકરણોનો વિગતવાર અભ્યાસ નથી કર્યો કે તેનાથી કેવી રીતે માનવ કોષોને અસર થાય છે.

અભ્યાસમાં જણાવ્યા અનુસાર માત્ર ર૦ મીનીટના સેશન માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું ઉત્સર્જન કરતાં ઉપકરણોના ઉપયોગથી ર૦થી૩૦ મીનીટના ત્રણ સળંગ સેશન લેવાથી તેના સંપર્કમાં આવેલા ૬પ-૭૦ ટકા કોશો નષ્ટ થાય છે.
અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના સંર્સગના લીધે માઈટોકોનીડ્રીયલ કણાભસુત્રો અને ડીએનએને નુકશાન થાય છે.

એલેકઝેન્ડ્રોવે વધુમાં જણાવ્યું હતું કે અભ્યાસ દરમ્યન અમને જણાયું કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના સંપર્કમાં આવેલા લોકોની ત્વચાના કોષોમાં સ્કીન કેન્સર ધરાવતા દર્દીઓ જેવા જ ફેરફાર જાેવા મળ્યા હતા. સંશધોકએ ચેતવણી આપતાં જણાવ્યુું હતું કે આ પ્રકારના ઉપકરણોના લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી માનવીય કોષો પર

નુકશાનકારક અસર સર્જાતી હોવાથી આ સંદર્ભે વિસ્તૃત અભ્યાસ કરવાની જરૂર છે. નેઈલપોલીશ ડ્રાઈગ મશીનના નિયમીત ઉપયોગથી માનવીય કોષોને નુકશાન થતું હોવાનું અભ્યાસના પરીણામોમાં સ્પષ્ટ પુરવાર થયું છે. તેમ જણાવતા તેમણે ઉમેયું હતું કે અમે હાથ ધરેલા અભ્યાસ ઉપરાંત અગાઉના પુરાવાઓ એ બાબત સ્પષ્ટ સુચવે છે. કે યુવી નેઈલ પોલીશ દ્વારા ઉત્સર્જીત કિરણોથી હાથનું કેન્સર થવાનું જાેખમ રહેલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.