Western Times News

Gujarati News

મેનકાઈન્ડ ફાર્માનો IPO મંગળવાર 25 એપ્રિલ, 2023ના રોજ ખૂલશે

મેનકાઈન્ડ ફાર્માના પ્રત્યેક ઇક્વિટી શૅરની ₹ 1 ની ફેસવેલ્યૂ સામે પ્રતિ શૅર      ₹ 1,026 થી પ્રતિ શૅર ₹ 1,080 ની પ્રાઇસ બેન્ડ ફિક્સ

ઓછામાં ઓછા 13 અને ત્યારબાદ 13ના ગુણાંકમાં ઈક્વિટી શૅર માટે આવેદન કરી શકાશે

અમદાવાદ, મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર કરે છે, જે મંગળવાર, એપ્રિલ 25, 2023ના રોજ ખૂલશે. આવેદન/ઑફર બંધ થવાની તારીખ ગુરુવાર, એપ્રિલ 27, 2023 છે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ જાહેર ભરણું ખૂલવાની તારીખના એક દિવસ પહેલાં એટલે કે એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. MANKIND PHARMA’S IPO TO OPEN ON TUESDAY APRIL 25 2023

પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026 થી ₹ 1,080 નિર્ધારિત કરવામાં આવી છે. આવેદન ઓછામાં ઓછા 13 ઈક્વિટી શૅર માટે અને ત્યારબાદ 13ના ગુણાંકમાં કરી શકાશે.

40,058,844 ઈક્વિટી શૅરની ઑફરમાં રમેશ જુનેજા દ્વારા 3,705,443 ઈક્વિટી શૅર, રાજીવ જુનેજા દ્વારા 3,505,149 ઈક્વિટી શૅર, શીતલ અરોરા દ્વારા 2,804,119 ઈક્વિટી શૅર (સામૂહિક રીતે પ્રમોટર સેલિંગ શૅરધારકો); કેર્નહિલ CIPEF લિમિટેડ દ્વારા 17,405,559 ઈક્વિટી શૅર, કેર્નહિલ CGPE લિમિટેડ દ્વારા 2,623,863 ઈક્વિટી શૅર,

બેઇગે લિમિટેડ દ્વારા 9,964,711 ઈક્વિટી શૅર તથા લિંક ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 50,000 ઈક્વિટી શૅર (સામૂહિક રીતે ઈન્વેસ્ટર સેલિંગ શૅરધારકો તથા બધા સાથે મળીને પ્રમોટર સેલિંગ શૅરધારકો, સેલિંગ શૅરધારકો)  વેચાણ માટે ઑફર કરવામાં આવ્યા છે.

આ ઑફર જામીનગીરી કોન્ટ્રેક્ટ (નિયમન) નિયમો, 1957ના નિયમ 19(2)(બી) ની શરતો, જેનો સુધારો (“SCRR”) કરવામાં આવ્યો છે, સાથે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (ઈસ્યુ ઑફ કૅપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018, જે (“SEBI ICDR રેગ્યુલેશન્સ”) તરીકે સુધારેલા છે તેના હેઠળ કરવામાં આવી રહી છે.

ઑફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમ 6(1) અનુસાર બૂક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જ્યાં પ્રમાણસરતાના આધારે ક્યુઆઈબીને (“QIB Portion”) ઑફરના 50% કરતાં વધુ ઉપલબ્ધ નથી, સિવાય કે કંપની તથા સેલિંગ શૅરધારકો BRLM સાથે મસલત કરીને ક્યુઆઈબી પોર્શનના 60% સુધી એન્કર રોકાણકારોને ફાળવે અને આવી ફાળવણીનો આધાર સંપૂર્ણપણે કંપની તથા સેલિંગ શૅરધારકો ઉપર રહેશે

જેઓ BRLM સાથે મસલત કરીને, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ (“Anchor Investor Portion”) અનુસાર, જેનો એક તૃતિયાંશ ભાગ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડો માટે અનામત રાખવામાં આવશે, જેનો આધાર ઉપરોક્ત નિર્ધારિત અથવા તેના કરતાં વધારે રકમ માટે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પ્રાપ્ત માન્ય આવેદનો ઉપર રહેશે,

જે રકમે એન્કર ઈન્વેસ્ટરોને ફાળવણી કરવામાં આવશે. તદઉપરાંત, નેટ ક્યુઆઈબી પોર્શનનો 5% હિસ્સો પ્રમાણસરતાના આધારે માત્ર મ્યુચ્યુઅલ ફંડોને ફાળવણી માટે ઉપલબ્ધ રહશે, જેનો આધાર ઉપરોક્ત નિર્ધારિત અથવા તેના કરતાં વધારે ઑફર પ્રાઈસ માટે પ્રાપ્ત માન્ય આવેદનો ઉપર રહેશે,

તથા બાકીનો નેટ ક્યુઆઈબી પોર્શન મ્યુચ્યુઅલ ફંડો સહિત તમામ ક્યુઆઈબીને (એન્કર ઈન્વેસ્ટરો સિવાય) પ્રમાણસરતાના આધારે ફાળવણી માટે ઉપલબ્ધ રહશે, જેનો આધાર ઉપરોક્ત નિર્ધારિત અથવા તેના કરતાં વધારે ઑફર પ્રાઈસ માટે પ્રાપ્ત માન્ય આવેદનો ઉપર રહેશે.

તદઉપરાંત, NII ને ફાળવણી માટે ઑફરના ઓછામાં ઓછા 15% ઉપલબ્ધ રહેશે, જે પૈકી બિન-સંસ્થાકીય કૅટેગરીના એક તૃતિયાંશ એવા આવેદકોને ફાળવણી માટે ઉપલબ્ધ રશે જેમણે ₹ 200,000 કરતાં વધુ અને ₹ 1,000,000 સુધી રકમ માટે બિડ કર્યું હશે,

અને બિન-સંસ્થાકીય કૅટેગરીનો બે-તૃતિયાંશ હિસ્સો ફાળવણી માટે ₹ 1,000,000 કરતાં વધુ રકમ માટે આવેદન કરનાર માટે રહેશે અને બિન-સંસ્થાકીય કૅટેગરીની આ બેમાંથી કોઇપણ એક પેટા-શ્રેણીમાં આવેદન ઓછાં હશે તો સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર ફાળવણી બિન-સંસ્થાકીય શ્રેણીની અન્ય પેટા-શ્રેણીના આવેદકોને થશે,

જેનો આધાર ઉપરોક્ત નિર્ધારિત અથવા તેના કરતાં વધારે ઑફર પ્રાઈસ માટે પ્રાપ્ત માન્ય આવેદનો ઉપર રહેશે. ઉપરાંત સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર RII (રિટેલ શ્રેણી) માટે ઑફરના ઓછામાં ઓછા 35% ઉપલબ્ધ રહેશે, જેનો આધાર ઉપરોક્ત નિર્ધારિત અથવા તેના કરતાં વધારે ઑફર પ્રાઈસ માટે પ્રાપ્ત માન્ય આવેદનો ઉપર રહેશે.

તમામ આવેદકો (એન્કર ઈન્વેસ્ટરો સિવાય) માટે આ ઑફરમાં એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લૉક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયા દ્વારા ભાગ લેવાનું તથા પોતપોતાની બેંકની (યુપીઆઈ આવેદકોના કેસમાં યુપીઆઈ આઈડી સહિત) વિગતો આપવાનું ફરજિયાત છે, જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સીન્ડિકેટ બેંકો અથવા સ્પોન્સર બેંકો, જે લાગુ પડે તેના દ્વારા બિડની રકમ બ્લૉક કરવામાં આવશે. એન્કર ઈન્વેસ્ટરોને ASBA પ્રક્રિયા દ્વારા એન્કર ઈન્વેસ્ટર પોર્શનમાં સામેલ થવાની પરવાનગી નથી.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઑફર કરવામાં આવી રહેલા આ ઈક્વિટી શૅરો બીએસઈ લિમિટેડ તથા નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) બંને ઉપર લિસ્ટ થશે.

કોટક મહિન્દ્રા કૅપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કૅપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેફરાઇઝીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા જે.પી. મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઑફરના બૂક રનિંગ લીડ મેનેજરો છે.

અહીં ઉપયોગમાં લેવામાં આવેલા તમામ કૅપિટલ શબ્દો, જેની વ્યાખ્યા કરવામાં આવી ન હોય એ તમામના અર્થ એ જ રહેશે જે એપ્રિલ 14, 2023ના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.