Western Times News

Gujarati News

વીજ ચોરીમાં સમગ્ર રાજ્યમાં રાજકોટ પહેલા નંબરેઃ એક વર્ષમાં ૪૩.૪૭ કરોડની ચોરી

સૌરાષ્ટ્ર કચ્છમાંથી વર્ષમાં ર૧૮.૪પ કરોડની વીજચોરી પકડાઈ

રાજકોટ, વીજચોરીના મામલામાં સમગ્ર પીજીવીસીએલ ક્ષેત્રમાં રાજકોટ અવલ્લ હોવાનું ે કલંક લાગ્યુ છે. છેલ્લા એક વર્ષમાં રાજકોર્ટ શહેરમાં ર૦.૧૩ કરોડ અને ગ્રામ્યમાં ર૩.૩૩ કરોડ મળી કુલ ૪૩.૪૭ કરોડથી વધુની વીજ ચોરી પકડાઈ છે.

જયારેે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા વર્ષ એપ્રિલ, ર૦રરથી માર્ચ ર૦ર૩ દરમ્યાન એક વર્ષમાં ૬,૯૪,૪૩૮ વીજ જાેડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૮૪૧૮૩ વીજ જાેડાણોમાં વીજચોરીના પુરવણી બીલો આપવામાં અંદાજે રૂા.ર૧૮.૪પ કરોડ થઈ હતી. પીજીવીસીએલ હેઠળ ૧ર વર્તુળ કચેરી આવેલી છે. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય એમ બે અલગ વર્તુળ કચેરી કરાઈ છે.

આ બંન્ને વર્તુળ કચેરી મળીનેેે એક વર્ષમાં વીજચોરીનો આંક ૪૩.૪૭ કરોડ થાય છે. જેના માટે રાજકોટ શહેરમાં એક વર્ષમાં ૮૭,૮૬૮ વીજ જાેડાણ ચેક કરાયા હતા. જેમાંથી ૭૭૦૩માં ગેરરીતિ પકડાઈ હતી. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ૧,૦૧,૭૦૪ કનેકશન ચેક કરતા ૯૧૬૧માં ગેરરીતિ પકડાઈ હતી.

બીજા ક્રમે ભાવનગરમાં પ૧,૪૦૯ કનેકશન ચેક કરતા ૯૦૧પમાં ગેરરીતિ જણાતા ર૯.પ૩ કરોડ અને ત્રીજા ક્રમે જામનગરમાં ૬ર,૩૩૬ કનેકશન ચેક કરતાં ૮ર૩૯માં ગેરરીતિ મળી આવતા રપ૬પ કરોડની વીજ ચોરી પકડાઈ હતી. સૌથી ઓછી વીજ ચોરી ભૂજમાં નોંધાઈ છે.

ભૂજમાં ૪૦,૦૮૮ વીજ જાેડાણો ચકાસવામાં આવ્યા જેમાંથી ૮ર૧.પપ લાખની રકમ વસુલાય હતી. મોરબીમાંથી ૧પર૬.૦૧ લાખ, પોરબંદરમાંથી ૧૬રપ.૭૭ લાખ, અંજારમાંથી ૧પ૮પ.૩૭ લાખ, જૂનાગઢમાંથી ૧પ૧૩.૯૪ લાખ, અમરેલીમાંથી ૧૮૯૯.૩૯ લાખ, બોટાદમાંથી ૧૦૬૩ લાખ, સુરેન્દ્રનગરમાંથી ૧૯૯૦.૩૭ લાખની વીજ ચોરી પકડાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.