Western Times News

Gujarati News

ગોધરા સબજેલમા ચેકીંગમાં નવ જેટલા મોબાઈલ ફોન મળી આવતા ચકચાર !

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા સબજેલ તંત્રની ફરી વખત ચુક સામે આવી છે જેલમાં બંધ કેદીઓનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની માહિતી પોલીસ તંત્ર ને મળતા ગુરુવારની મોડી રાત્રે એલસીબી એસઓજી પેરોલ ફર્લો સહીતની સંયુક્ત ટીમોએ ગોધરા સબજેલની બેરકોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવતા

નવ જેટલા મોબાઈલ ફોનો પોલીસ ને મળી આવ્યા હતા જે પૈકી ત્રણ મોબાઈલ અલગ અલગ ત્રણ કેદીઓ પાસેથી જ્યારે બીજા બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જેલ પર કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાંય પ્રતિબંધિત મોબાઈલ ફોનો મળી આવવા મામલે જેલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે મોબાઈલ ફોનો મળી આવવા ના પ્રકરણમાં જેલરે ત્રણ કેદીઓ સામે ફરીયાદ નોંધાવી રૂ.૪૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

ગોધરા સબજેલ ખાતે જેલર તરીકે ની ફરજ બજાવતા ભગીરથ કેશરસિંહ જાખલ,રહે-સ્ટાફ ક્વાટર્સ, જેલ કંપાઉન્ડ, ગોધરાનાઓ એ શહેર પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમને જેલના કેદીઓનો વિડીયો વાયરલ થયેલ છે તેવી ગુપ્ત બાતમી મળેલ

જેથી તાત્કાલીક જેલની ઝડતી સ્કોડ તેમજ ફરજ પરના સ્ટાફને તેમજ પંચમહાલ જીલ્લાના એલ.સી.બી.એસ.ઓ.જી. તેમજ જીલ્લાના પેરોલ ફર્લોના અધિકા રી તથા કર્મચારીઓની સયુકત ટીમો બનાવીને તમામ એજન્સીઓને સાથે રાખીને રાત્રીના સમયે જેલની બેરેકોની તેમજ બેરેકના તમામ કેદીઓની અંગ ઝડતી, જેલના બારી- બારણા તથા સંડા સ-બાથરુમ વગેરેની ઝડતી કરવામાં આવતા,

બેરેક નંબર-૬ ના કાચા આરોપી નામે ઇશાક બીલાલ બદામ નાઓ આવેશમાં આવીને તેની પાસે રહેલ સીમ સહીતનો એન્ડરોઇડ મોબાઇલ ફોન જમીન પર પટકીને તોડી પાડેલ, ત્યારબાદ બીજા કાચા આરોપી નામે ખાલીદ બીરાદર સફી ઝભા નાઓની અંગ ઝડતી ક રતા તેની પાસેથી મોબાઇલ ફોન સીમ વગરનો બેટરી સહીત મળી આવેલ ત્યાર બાદ કાચા આરોપી નામે મીત પરેશકુમાર ભટ્ટની અંગ ઝડતી માંથી પણ મોબાઇલ ફોન મળી આવેલ હતો

ત્યારબાદ બીજી બેરેક ની ઝડતી કરવામાં આવેલ જેમાં બીનવારસી મોબાઇલ ૩ નંગ અને સેમસંગ કંપનીનો કાળા કલરનો ૧ નંગ મોબાઇલ સીમ સહીત તેમજ એક કાળા કલરનો સેમસંગ કંપનીનો ૧ નંગ તુટેલી હાલતમાં બેરેકના કચરાના ડબ્બા માંથી બિનવારસી મળી આવેલ ત્યારબાદ વધુ સઘન ઝડતી કરતા વધુ એક એન્ડરોઇડ મોબાઇલ ફોન નંગ-૧ કાળા કલરના પ્લાસ્ટીકની થેલીમાં લપેટાઇલ હાલતમાં સંડાસ માંથી બિનવારસી મળી આવતા

પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને જેલ તંત્રની ચુક સામે આવી હતી આમ જેલની ઝડતી તપાસ કરવામાં આવતા કુલ-૯ મોબાઇલ ફોન મળી આવ્યા હતા જેને લઈ જેલની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.