Western Times News

Gujarati News

વિરમગામના સચાણા ગામમાં ગેરકાયદેે રેતી ખનન કરનારાનેે રૂા.૪ લાખનો દંડ

પ્રતિકાત્મક

વિરમગામ, અમદાવાદ જીલ્લાના વિરમગામના સચાણા ગામમાં ગેરકાયદેેસર માટી ખનન કરનારી જય ગીરનારી કન્સ્ટ્રકશન સંસ્થો નોટીસ આપી રૂપિયા ચાર લાખનો દંડ ફટકાર્યો હતો. સંસ્થાએ હજી સુધી દંડની રકમ ભરી નથી. આથી હવે તેનેે વધુ એક નોટીસ અપાશે.

નોટીસ પછી પણ દંડની રકમ નહીં ભરાય તો અંતે ફોજદારી કાર્યવાહી કરાશે. આ અંગે અમદાવાદ જીલ્લા કલેકટરે અને ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્નરનેે પણ લેખિતમા ંફરીયાદ કરાઈ છે.

વિરમગામના જખવાડામાં રહેતા જગદીશ સિંઘલેે ૧પ-૧ર-રરના રોજ ગાંધીનગર ખાતે ખનિજ વિભાગના સરકારી ટોલ ફ્રી નંબર પર ફરીયાદ રજીસ્ટાર કરાવી હતી. ફરીયાદમાં સંચાણા ગામમાં ગેરકાયદેે રેતી ખનન થતુ હોવાનું જણાવાયુ હતુ. ફરીયાદ બાદ ર૯-૧ર-રરના રોજ તપાસ કરાઈ હતી.

તપાસમાં ફલિત થતા જય ગીરનારી કન્સ્ટ્‌કશન સંસ્થાને નોટીસ આપી હતી. નોટીસમાં ચાર લાખથી વધુ કિંમતનું ગેરકાયદેે માટી ખનન કર્યુ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. હવે દંડ વસુલવા વધુ એક નોટીસ અપાશે. નોટીસ પછી પણ દંડ નહીં ભરે તો ફોજદારી કાર્યવાહી હાથ ધરાશે. સ્થાનિકોએ કહ્યુ કેે આ અંગે ફરીયાદ કરવા છતાં વિરમગામ મામલતદાર કચેરી અને પોલીસે અનદેખી કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર જીલ્લામાં કેટલાંક તાલુકાઓમાં ખુલ્લેઆમ ગેરકાયદેેસર રેતી માટી ખનન થાય છે જેની સામે ફરીયાદ કરવા છતાં મામલતદાર કેે પ્રાંત કચેરીમાં રસ લેતા નથી.

જેના લીધે પોલીસ પણ અનદેખી કરે છે. ગેરકાયદેેસર રેતી-માટી ખનન કરનારા સામે સાંઠગાંઠ હોવાના લીધે સ્થાનિક સરકારી તંત્ર ચૂપકીદી સેવી રહ્યુ છે. સાથોસાથ કેટલાંક રાજકીય અગ્રણીઓના પણ આશિર્વાદ હોવાના લીધે સ્થાનિક ભૂસ્તર ખનિજ વિભાગ, પણ નોટીસ આપીને બેસી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.