Western Times News

Gujarati News

આસામની ડિબ્રુગઢ જેલમાં કેવી ગઈ અમૃતપાલસિંહની રાત

અમૃતપાલસિંહ ૩૬ દિવસ બાદ પોલીસના સકંજામાં, મોગા ગુરુદ્વારામાંથી ઝડપાયો -અજનાલા કાંડની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતોઃ અમૃતસરના તમામ સાથીઓની ધરપકડ થઈ ચૂકી છે- તેના સાથીદારોની સતત પુછપરછ જારી

ચંદીગઢ,  પંજાબ પોલીસે છેવટે ૩૬ દિવસ પછી વારિસ દે પંજાબના ચીફ અમૃતપાલ સિંહની ધરપકડ કરી લીધી છે. ખાલિસ્તાન સમર્થકને પોલીસે મોગાના ગુરુદ્વારામાંથી ધરપકડ કરી લીધી છે, અજનાલા કાંડની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો.

ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા જ ગુરુવારે (૨૧ એપ્રિલ) અમૃતસર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. અમૃતસરના તમામ સાથીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેના સાથીદારોની સતત પુછપરછ કરવામાં આવી રહી હતી. એવું માનવામાં આવે છે કે, પોલીસે તેની પત્ની પર દબાણ શરૂ કર્યા પછી જ તે પણ કસ્ટડીમાં આવ્યો.

કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહ, જે 18 માર્ચથી ફરાર હતો, તેને રવિવારે પંજાબ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યાના કલાકો પછી ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. તેના આઠ સહાયકો પહેલેથી જ અત્યંત સુરક્ષિત જેલમાં કેદ છે, જે ઉત્તરપૂર્વની સૌથી જૂની અને સૌથી સુરક્ષિત જેલમાં છે.

અમૃતપાલ સિંહ અને તેના સહાયકોને દેશના બીજા છેડે લઈ જવામાં આવ્યા તેનું કારણ એ છે કે ઉત્તર ભારતીય જેલોમાં તેની સાથે અથવા અલગતાવાદી ચળવળ સાથે સંકળાયેલા ગેંગસ્ટરો હોવાની શક્યતા વધુ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આરોપીઓને અન્ય કેદીઓ અને જેલના કર્મચારીઓ સાથે જોડાતા અટકાવવાનું બીજું કારણ ભાષા અવરોધ છે, સૂત્રોએ ઉમેર્યું હતું કે ડિબ્રુગઢ ખૂબ જ સુરક્ષિત જેલ છે. વધુમાં, સ્થાનિક શીખ સમુદાય ખાલિસ્તાન ચળવળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો નથી, એમ તેઓએ જણાવ્યું હતું.

અમૃતપાલ સિંહ ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યો છે તે જેલમાં રવિવારે સવારે ધરપકડ બાદ અલગતાવાદી નેતાને ત્યાં ખસેડવામાં આવ્યા બાદ આસામની ડિબ્રુગઢ જેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ 57 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, અને હવે 12 નવા ઉમેરવામાં આવ્યા છે. અમૃતપાલને પ્રતિબંધિત હિલચાલ સાથે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેના તમામ નવ સહાયકો પણ આ જ જેલમાં છે. જે કારણસર જેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ડિબ્રુગઢ જેલ તેના લગભગ 170 વર્ષના ઈતિહાસમાં ક્યારેય જેલ તોડવાની મોટી ઘટના બની નથી, જે અત્યંત સુરક્ષિત જેલ તરીકેની તેની પ્રતિષ્ઠાને જાળવી રાખે છે. ડિબ્રુગઢ શહેરની મધ્યમાં જેલનું સ્થાન પણ સત્તાવાળાઓ માટે ભાગી જવાના કોઈપણ પ્રયાસોને રોકવા માટે એક ફાયદો છે, નગરની બહાર અથવા દૂરના વિસ્તારોમાં જેલ બનાવાઈ છે.

અમૃતપાલની ધરપકડ બાદ પંજાબ પોલીસે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, મોગમાંથી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે લોકોને શાંતિ અને સલામતી જાળવવા અપીલ કરી છે. લોકોને કોઈપણ ફેક ન્યૂઝ શેર ન કરવા પણ અપીલ કરી છે.

સૌથી પહેલા ૧૮ માર્ચે પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેના કેટલાક સાથીઓની પણ ધરપકડ કરી લીધી હતી પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનો વેશ બદલીને પોલીસથી બચી રહ્યો હતો. તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (દ્ગજીછ)ની અરજી કરવામાં આવી છે અને બિનજામીનપાત્ર વૉરંટ પણ જાહેર કરવામાં આવ્યુ છે.

છેલ્લા કેટલાર દિવસોથી પંજાબમાં ભાગેડુ જાહેર થયેલા અને આખા દેશમાં વૉન્ટેડ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરને ગુરુવારે (૨૦ એપ્રિલ) લંડન જતી વખતે અમૃતસર એરપોર્ટ પરથી પોલીસે અટકાયત કરી લીધી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કિરણદીપ કૌર અમૃતસર એરપોર્ટ પરથી બર્મિંઘમ ભાગવાની ફિરાકમાં હતી,

આ સિલસિલામાં તે અમૃતસર એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ ગૃપ્ત માહિતીના આધારે એરપોર્ટ પર પહેલાથી જ હાજર રહેલી પોલીસે તેની અટકાયતમાં લઇ લીધી હતી, અને તેની પુછપરછ કરવાનું શરૂ કરી દીધુ હતુ. ઉલ્લેખનીય છે કે, કિરણદીપ કૌર પર ખાલિસ્તાની સમર્થકોને ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે.

આ આરોપો પર ધ્યાનમાં રાખતી કિરણદીપ કૌરને લઇને સુરક્ષા એજન્સીઓએ લૂક આઉટ સર્ક્‌યૂલર જાહેર કરી દીધુ છે, જે અનુસાર કિરણ પંજાબમાં જ રહેશે. ૨૮ વર્ષની કિરણદીપ કૌર યુકેની નાગરિક છે અને તે પહેલેથી જ ખાલિસ્તાની સમર્થક છે.

અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર માત્ર પંજાબ પોલીસ જ નહીં પરંતુ યુકે પોલીસના પણ રડારમાં હતી. અમૃતપાલ સાથે લગ્ન કરતા પહેલા જ તે અલગતાવાદી સંગઠન બબ્બર ખાલસાના સંપર્કમાં હતી અને તેના પતિ અમૃતપાલ સિંહની આગેવાની હેઠળના માટે ભંડોળનું મેનેજમેન્ટ કરતી હતી. આ હરકતોને કારણે તે ૨૦૨૦માં યુકે પોલીસના રડારમાં આવી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.