Western Times News

Gujarati News

ખારીકટ પ્રોજેક્ટમાં PMC સામે પેનલ્ટીની કોઈ શરતો ન મુકાતા દરખાસ્ત પરત કરવામાં આવી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રિમ પ્રોજેક્ટ સમાન ખારીકટ કેનાલના રૂ.૧૨૦૦ કરોડના પ્રોજેક્ટમાં ભવિષ્યમાં જાે કોઈ ગુણવત્તાથી લઈ અને અન્ય પ્રશ્ન ઊભા થાય તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને પેનલ્ટી કરવાની શરતો ન મૂકતા કંપનીને કામ આપવાની દરખાસ્ત વોટર કમિટિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. કમિટીમાં પ્રદુષિત પાણી ની સમસ્યા અંગે પણ ચર્ચા થઈ હતી.

મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, રૂ. ૧૨૦૦ કરોડના ખારીકટ કેનાલ પ્રોજેક્ટ માટેના પાંચ તબક્કામાં હાથ ધરાનાર પ્રોજેક્ટ માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની કામગીરી કરનાર પાર્ટી એટલેકે PMCને પેનલ્ટી કરવા સહિતના પગલાં લેવા માટે ટેન્ડરમાં પેનલ્ટી ક્લોઝ રાખવામાં આવ્યા નથી.

જાે ભવિષ્યમાં કામગીરીને લઈ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો થર્ડ પાર્ટી (ઁસ્ઝ્ર) સામે પગલાં ભરવા ઉપરાંત તેની પાસેથી પેનલ્ટી તરીકે રકમ વસૂલવા અસમંજસ ની સ્થિતિ થાય તેમ છે. પેનલ્ટી ક્લોઝ ન હોય તો સજા કોને કરવી? તે યક્ષ પ્રશ્ન છે. તેથી આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી નથી અને ફાઇલ કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે.

ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મોનિટરિંગથી લઈ ક્વોલિટી કંટ્રોલ અને સુપરવિઝન માટે સિંગલ બિડર કંપનીની ટેન્ડરમાં ફક્ત રીટેન્શનમની માટેની શરત રાખવામાં આવી હતી.પરંતુ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે જવાબદારી નક્કી કરી શકાય તે માટેની પેનલ્ટી ક્લોઝ- શરત પણ રાખવામાં તે જરૂરી છે.

આ દરખાસ્તમાં ઇજનેર વિભાગના અધિકારીઓએ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન -PMC કંપની ટીટીઆઈ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડને (TTI Consulting Engineers) પહેલાંથી જ બચાવવા અને છાવરવા માટેના ઈરાદા સાથેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી વિસ્તાર માં પ્રદૂષિત પાણીની ફરિયાદો ની ચર્ચા કરવામાં આવી હતી અમરાઈવાડીના ઓમ નગર રામનગર ભીલવાડ સહિતના વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો આવતી હતી જેથી આ તમામ જગ્યાએ ઇજનેર વિભાગના અધિકારીઓને ડિસિટિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

અમરાઈવાડી વોર્ડના બાજુમાં જ આવેલા ઇન્દ્રપુરી વોર્ડમાં પણ ઓછા પાણીથી પ્રેસર આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી જેથી ત્યાં પણ તપાસ કરી અને કામગીરી કરવા સુચના આપી છે. ચોમાસાની સીઝનમાં નાગરિકો ને હાલાકી ના થાય તે માટે કેચપીટ-મેનહોલની સફાઈ પર ધ્યાન આપવા પણ તાકીદ કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.